________________
૫૮
સાધક-ભાવના
અજ્ઞાનથી દેહ તે જ હું છું એમ માન્યું. દાન-શીલ-તપ-ભાવ તથા નિયમ-વ્રત વગેરેનું પાલન કરવાનું હું ચૂકી ગયો. અનેક પ્રકારે સ્વચ્છેદ કર્યો અને પાપકર્મોમાં જ પ્રવર્યો. પરંતુ હવે સાચા ભાવથી સર્વ પ્રકારના દોષોની માફી માગી, મારાં તે ખોટાં કાર્યો મિથ્યા થાઓ અને હવે મારે એવા પાપભાવો અને પાપકાર્યો ભવિષ્યમાં નથી જ કરવાં તેવી પ્રતિજ્ઞા કરે છે. મારો આત્મા પ્રાયશ્ચિત્તરૂપી તપના અગ્નિ દ્વારા નિર્મળ થાઓ અને મોક્ષમાર્ગમાં હું આગળ વધી શકે તેવી પ્રાર્થના કરે છે. યથા
મેરે અવગુન ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો; સબ દોષરહિત કરિ સ્વામી, દુઃખ મેટહુ અંતરજામી.
(આલોચના પાઠ ૩૨) “મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું પશ્ચાત્તાપ કરું છું.... માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” – શ્રીમદ્ રાજચન્દ્રપ્રણીત ક્ષમાપના.
क्षतिं मनःशुद्धि-विधेरतिक्रमं व्यतिक्रमं शील-विधेविलंघनम् प्रभोऽतिचारं विषयेषु वर्तनं वदन्त्यनाचारमिहातिसक्तताम् ॥ મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિકમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં દોષ વ્યતિકમ માનતો; તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં હાલતો, અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. (૯)
વિશેષાર્થ : અહીં સામાયિકનો વિષય ચાલે છે. સામાયિકમાં રાગ-દ્વેષરહિત થવા માટે સમતાનો અભ્યાસ કરવાનો છે, તે અભ્યાસ નિર્વિકલ્પતા-એકાગ્રતા સિદ્ધ કરવાથી બની શકે છે. હવે ચિત્તને એકાગ્ર કરવું હોય તો તેની મલિનતાનો નાશ કરી - ઘટાડી - તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org