________________
સામાયિક પાઠ
૫૭
આચાર્યશ્રીએ સંયમપાલનની કઠણાઈની જે વાત આ પાઠમાં રજૂ કરી છે તે સંપૂર્ણપણે સાચી છે. તથારૂપ દૃઢ ચારિત્રનું પાલન આ કાળે ઘણું ઘણું વિકટ છે. સમ્યક્ ચારિત્રના યથાર્થ પાલનની આ કઠિનતાનો ઉલ્લેખ અનેક પૂર્વાચાર્યોએ કરેલ છે [જુઓ નિયમસાર : ગાથા ૧૫૪; તથા શ્રીપદ્મનંદિપંચવિંશતિ ૯/૩૦ (આલોચના અધિકાર સળંગ ગાથા નં. ૫૫૪)].
-
ધર્મ-આરાધનાનો મોટો શત્રુ પ્રમાદ : ઘણાં મનુષ્યો ધર્મ કરવો સારો એમ તો માનતા હોય છે. પરંતુ અનિશ્ચય અને પ્રમાદને લીધે ‘કાલે કરીશ, હવે પછી કરીશ' એમ વાયદાબાજીમાં અને મંદતામાં રહી જાય છે. દુનિયાના કાર્યમાં જેવી ત્વરાથી પ્રવર્તે છે તેના કરતાં અનેકગણી સ્ફૂર્તિ, વિવેક અને ચેતનવંતી ગતિથી ધર્મજીવનમાં ઝંપલાવવું જોઈએ. કોઈ વિદ્યમાન સત્પુરુષ કે સત્શાસ્ત્રનું અવલંબન લઈ નક્કીપણે અને સુનિયોજિતપણે ધર્મની આરાધનામાં લાગી ઊંઘ, આળસ, દીર્ઘસૂત્રીપણું અને શિથિલતાનો ત્યાગ કરી મહાન ઉદ્યમ કરવો જોઈએ. આમ કર્યા પછી જેમ બનવું હોય તેમ બને.
હિતકર તો એ છે કે બાળપણમાં જ પોતાની સંતતિને ધર્મસંસ્કાર આપવા જોઈએ. પોતે સત્સંગમાં, તીર્થયાત્રામાં, દાનમાં, ભક્તિમાં, સાંચન વગેરે સત્તાધનોમાં પ્રવર્તે તો દીકરા-દીકરી ઉપર તેની અસર થાય. ચાળીશ વર્ષની ઉંમરે નિયમિત આરાધના ચાલુ કરવી જોઈએ અને પચાસ વર્ષ પછી ખાસ જવાબદારી વિના ગૃહકાર્યનો બધો ભાર ઘીમે ઘીમે છોડી દેવો જોઈએ અને સમાજસેવા, પરોપકાર, દાનવૃત્તિ અને આધ્યાત્મિક વાચનનો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ.
અહીં સાધક પોતાના પ્રમાદને બૂલ કરીને કહે છે કે હે ભગવાન ! જેવી આપે આજ્ઞા કરી છે તે પ્રમાણે હું વર્ષો નહિ. કરવા યોગ્ય કાર્યો (મુનિચર્યાનાં કે ગૃહસ્થની ચર્યાનાં) કર્યાં નહિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International