________________
૫૬
સાધક-ભાવના
(પદ્યાનુવાદ) મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી, કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી; સૌ દોષ મુક્તિ પામવા, માગું મા હું હૃદયથી. (૮)
વિશેષાર્થઃ સંસારના પ્રત્યેક જીવને કર્મનો ઉદય ક્ષણે ક્ષણે ચાલુ જ છે. પોતાના પુરુષાર્થનો અને કર્મકૃત વિકારનો સરવાળો થાય છે અને તે પ્રમાણે જીવનાં પરિણામ થયા કરે છે. અહીં સાધક પોતાના દોષોને કબૂલ કરતાં કહે છે કે હે પરમાત્મા ! હું મારી બુદ્ધિને સારા સારા ભાવો દ્વારા અને આત્મચિંતન દ્વારા નિર્વિકાર રાખવાનો પ્રયત્ન કરું છું છતાં પણ તેમાં કંઈ ને કંઈ ખોટી અને પાપમય કલ્પનાઓ આવી જાય છે અને મારી બુદ્ધિ મલિન બની જાય છે.
વળી તે ભગવાન ! તમોએ છ પ્રકારે ઇન્દ્રિયસંયમ (૫ ઈન્દ્રિયો + ૧ મન) તથા છ પ્રકારે પ્રાણીસંયમ (પ સ્થાવર + ૧ ત્રસ) પાળવાની અમોને આજ્ઞા કરી છે. આવા સંયમ વિના અમારું મુનિપણું કેમ યથાર્થ પળે ? હું આપની આજ્ઞા પ્રમાણે ચાલવાનો ઉદ્યમ કરું છું પણ કોઈ વાર કોઈ ઈન્દ્રિય, કોઈ વાર મન કે કોઈ વાર સમિતિરૂપ યત્નાથી ચાલવું વગેરે) સાધનામાં ભૂલ થઈ જાય છે અને પરિણામે જેવો જોઈએ તેવો સંયમ મારાથી પાળી શકાતો નથી. આમ ઈન્દ્રિયાધીન કે વિષયાધીન થઈ જવાથી સ્પર્શેન્દ્રિયવશતા, રસનેન્દ્રિયવશતા, ધ્રાણેન્દ્રિયવશતા, ચક્ષુ-ઇન્દ્રિયવશતા, શ્રોત્રેન્દ્રિયવશતા, મનની વિવશતા કે એવા બીજા અનેક દોષોને વશ થઈને મારો સંયમ નષ્ટ થઈ જાય છે અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org