________________
સામાયિક પાઠ
૫૫ આ પ્રકારે શ્રીસદ્દગુરુની અને આપની સાક્ષીએ હું જીવનશુદ્ધિનો મહાન પુરુષાર્થ આદરવા ઇચ્છું છું અને જે દુષ્ટ કર્મો ક્યાં તેને સાચા હૃદયથી નિંદીને, ધિક્કારીને હેયપણે નિર્ધારિત કરીને હવે ભવિષ્યમાં તેવાં પાપો મારે નથી જ કરવાં તેવો સંકલ્પ કરું છું. દરરોજ માફી માગવી અને વળી પાછો તેવાં ને તેવાં પાપો કરવાં એ જૂઠી પદ્ધતિ હું હવે છોડી દઉં છું.
જોકે હજુ મારી શક્તિ ઓછી છે તોપણ આપના અને સત્પરુષના સાચા શરણથી હવે મને દુનિયાની કોઈ વસ્તુઓનો ડર નથી. સર્વજ્ઞ-સદ્ગુરુના શરણથી હવે હું મારા અંતરમાં મહાન દિવ્યશક્તિનો અનુભવ કરું છું અને જરૂર વિશ્વાસ રાખું છું કે આપે દીધેલા મંત્રના સમજણપૂર્વકના જાપથી મારા ભાવોની નિર્મળતા વધતી જ જશે અને જેમ મંત્રના જોરથી વાદી સર્પનું ઝેર ઉતારે છે તેમ મારા જીવન ઉપર ચડેલું પાપવિકારોનું જોર નષ્ટ થઈ જશે અને ક્રમે કરીને આપે બતાવેલા સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન, સાચા આચરણ અને સાચા તપના માર્ગે ચાલીને, આપના ચરણનું (ચરણ એટલે પગ, ચરણ એટલે વચનરૂપી આજ્ઞા અને ચરણ એટલે આપનું પરમશુદ્ધ ચારિત્ર) યથાર્થપણે સેવન કરીને થોડા જ કાળમાં સર્વ કર્મબંધનોને નષ્ટ કરીને હું પણ આપના જેવું જ પદ પામીશ.
મારી આ ભાવના સિદ્ધ થવા હે વીતરાગ પ્રભુ ! હે જ્ઞાની-નિગ્રંથ ગુરુ ! આપ મને શક્તિ આપો, આશીર્વાદ આપો. મારે આપ સિવાય કોઈ શરણ નથી. अतिक्रमं यद् विमतेः व्यतिक्रमम्
जिनातिचारं सुचारित्र-कर्मणः । व्यधाम् अनाचारमपि प्रमादतः ।
प्रतिक्रमं तस्य करोमि शुद्धये ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org