________________
સાધક-ભાવના
૫૪
(૧) એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું શુંય ? (૨) હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી... આખી જિંદગી વીતી જવા આવી તોપણ કોઈ રૂડો સત્સંગ ન કર્યો, સદ્ગુરુની શોધ કરી તેમને ચરણે રહી આત્માની શાંતિ અને સાચો સંતોષ કેમ મળે તેનો કાંઈ પણ પ્રયત્ન નહિ કરતાં રાતદિવસ હિંસા, ચોરી, જૂઠ, અને ધનતૃષ્ણાની પ્રવૃત્તિ આદરી. મનુષ્યનો ભવ મળ્યો પણ કામ તો પશુ જેવાં જ કર્યાં. ખાવાપીવામાં, ઊઠવા-બેસવામાં, હાલવા-ચાલવામાં, કે જીવનના કોઈ પણ કાર્યમાં કાંઈ પણ વિચાર-વિવેકપૂર્વક જીવન વિતાવ્યું નહિ.
વાણી અને મન મળ્યાં તોપણ સત્ય, પ્રિય, હિતકર અને બીજા જીવોને ઠંડક ઉપજાવે તેવી વાણી કદાપિ બોલ્યો નહિ પણ કઠોર, નિંઘ અને હૃદયભેદક ક્રૂર વચનો બોલી લોકોનાં દિલને દૂભવ્યાં. સત્શાસ્ત્રોની વાણી વાંચી નહિ, માની નહિ, માત્ર નાસ્તિક પુરુષોના વચનમાં જ રાચ્યો. અને આ રીતે નિરંતર સ્વાર્થી, દુઃખદાયક અને પાપબંધનની જ વૃદ્ધિ કરનારા વિચારોમાં જીવન વીતી ગયું.
હે પ્રભુ ! હું ક્યાં સુધી મારાં પાપોનું વર્ણન કરું ? આપ સર્વ જાણો જ છો. હવે તો હું સાચા હૃદયથી આપના શરણે આવ્યો છું અને જે જે દોષો મેં કર્યા છે, જાણતાં કે અજાણતાં, શરીરથી, વચનથી કે મનથી, પોતે કર્યા, બીજા પાસે કરાવ્યા કે કરતાને અનુમોદન આપ્યું, કોઈ પણ કાળે કર્યા, કોઈ પણ જગ્યાએ ર્યા, કોઈ પણ પ્રકારના આશયથી કર્યા તે સર્વને હું મન-વચન -કાયાની શુદ્ધિપૂર્વક, આપના ચરણોમાં સંપૂર્ણપણે શરણાગત થઈને આલોચું છું. મારાં તે સર્વ પાપો મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org