________________
સામાયિક પાઠ
૫૩
મન વચન કાય કષાયથી, કીધાં પ્રભુ મેં પાપ બહુ સંસારનાં દુખબીજ સૌ, વાવ્યાં અરે હું શું કહું ? તે પાપને આલોચના, નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જીતું વાદીથી. (૭)
વિશેષાર્થ ઃ ગઈ કડીમાં આચાર્યશ્રીએ કષાય અને વિષયોની પ્રવૃત્તિથી કઈ રીતે જીવ દુઃખી થાય છે તે વાત સમજાવી હતી સિદ્ધાંતમાં બંધનાં જે પાંચ કારણ કહ્યાં છે તેમાંના પાંચમા કારણરૂપ એવી મનની, વચનની અને શરીરની પાપવૃત્તિથી થયેલાં બંધનોનો એકરાર કરી તેથી નિવૃત્ત થવાની વિધિ આ કડીમાં દર્શાવી છે.
હે પ્રભુ! મેં મારા જીવનમાં અનેક વિકારો આદર્યા મારું ધાર્યું ન થયું ત્યારે હું ખૂબ ગુસ્સે થયો, બીજાથી અનેક રીતે ઊંચો છું એમ સાબિત કરવા મેં અભિમાન કર્યું, અનેક જીવોને છેતર્યા અને તૃષ્ણાવશ ધન મેળવવા વિવિધ પ્રકારના હિંસારૂપ મહાન પાપારંભો
ર્યા. બીજાઓને કુરૂપવાળાં જોઈને કે એવાં બીજાં તુચ્છ કારણોથી હાંસી કરી, મનગમતી વસ્તુઓમાં અતિરાગ અને અણગમતી વસ્તુઓમાં અતિષ કર્યો, ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થતાં મનમાં ખૂબ ખેદ પામ્યો, સાત પ્રકારના ભયને આધીન થઈને ડરપોક થઈ રહ્યો, અનેક વિચિત્ર, મલિન વસ્તુઓ જોઈને જુગુપ્સા કરી તથા કામવિકારોને રૂડા ગણી, તેમને વશ થઈ મેં અનેક પ્રકારનાં વિષયસુખ ભોગવી તેમાં જ જીવનની કૃતાર્થતા માની.
સાચા દેવ-ગુરુ-ધર્મનું શરણ કદાપિ લીધું નહિ, તેઓએ ઉપદેશેલાં જીવ-અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા કરી નહિ અને પોતાને દેહરૂપે જ માન્યો અને આખુંય જીવન ઊંધી પ્રવૃત્તિ કરી જીવનને વધારે ને વધારે બંધનમાં અને દુઃખમાં જ વિતાવ્યું એ મારો મહાન અપરાધ થયો. યથા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org