________________
પર
સાધક-ભાવના
પશ્ચાત્તાપપૂર્વક પ્રભુને વિનંતી કરે છે ?
સપરસ રસના ધાનનકો, ચખ કાન વિષયસેવન કો, બહુ કરમ કિયે મનમાને, કછુ ન્યાય અન્યાય ન જાને.
– આલોચનાપાઠ ૯ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતું સાધન સમજ્યો નહીં, ત્યા બંધન શું જાય.
- વીસ દોહરા ૧૭ જ્યારે પોતાની જાગૃતિનો અભાવ થવાથી અથવા સગુરુએ દર્શાવેલા સન્માર્ગ પ્રત્યે બેદરકાર થવાથી અને ચારિત્રમોહનીય કર્મનો ઉદય થવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે હિત-અહિતનો લક્ષ વીસરી જઈને મનુષ્ય કેવળ પશુ જેવું વર્તન કરે છે. જે મનુષ્યનું આચરણ શિથિલ થઈ જાય છે તેનું અનેકવિધ પતન થાય છે કારણકે દુર્બુદ્ધિવાળા થયેલા તે મનુષ્યને વડીલોની, વિદ્વાનોની, સંતોની કે સરુઓની - કોઈની પણ શિખામણ ગમતી નથી અને સ્વચ્છંદાધીન થઈ તે આ લોક પરલોકનાં સર્વ સત્કાર્યોથી ભ્રષ્ટ થઈને અપયશ, રોગ, દુર્ગતિ અને બંધનનાં તીવ્ર દુઃખોને પામે છે.
અહીં તો સાધક હવે સન્માર્ગ પર આવી જઈને પ્રભુની પાસે માફી માગે છે. તે કહે છે કે હે પ્રભુ! મેં નીચ જીવે જે જે પણ કાંઈ પાપ કર્યું તેનો હવે મને પશ્ચાત્તાપ થાય છે હે કરુણાના સાગર ! તમોએ અનેક ભક્તોને તાર્યા છે તો હવે મને તારવામાં કેમ વિલંબ કરો છો? હવે હું જરૂર આપની આજ્ઞાનું આરાધન કરવાનો પ્રયત્ન કરીશ, મને માફ કરો, માફ કરો. “મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો, સબ દોષરહિત કરી સ્વામી, દુઃખ મેટહુ અંતરજામી.
આલોચનાપાઠ ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org