________________
સામાયિક પાઠ
કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત, આચરણ મેં આદર્યું, કરજો કામા સૌ પાપ તે, મુજ રંકનું જે જે થયું. (૬) વિશેષાર્થ : પાંચ પ્રકારનાં કારણોથી કર્મનું બંધન જીવને થાય છે આમ સિદ્ધાંતમાં કહ્યું છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ.
કષાય એ કર્મબંધનનું એક ખૂબ અગત્યનું કારણ છે. આત્માને જે દુઃખ આપે, મલિન કરે તેવા ક્રોધાદિ ભાવોને કષાય કહેવામાં આવે છે તેના, તરતમતાની અપેક્ષાએ અનંતાનુબંધી આદિ સોળ પ્રકાર અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને ત્રણ વેદ, એમ કરીને મુખ્ય પચીસ પ્રકાર કહ્યા છે. ધર્માત્મા સાધક આત્મજાગૃતિએ કરી, સંયમે કરી, વીતરાગતાના (સમતાના) અભ્યાસ કરી, આ કષાયોનો અપરિચય કરે છે, તેમને મંદ કરે છે. ઉપશાંત કરે છે.
મોક્ષમાર્ગમાં, સામાન્ય સાધક જીવ નિરંતર એકસરખો પુરુષાર્થ કરી શકતો નથી. કોઈક વાર તે કર્મને આધીન થઈ જાય છે અને સંયમાદિના માર્ગથી ચલિત થઈ જાય છે. ક્રોધ, અભિમાન, માયાચાર કે લોભને વશ થઈ કોઈક વાર આઠ પ્રકારના સ્પર્શેન્દ્રિયના વિષયો, પાંચ પ્રકારના રસવાળી જુદી જુદી વાનગીઓ, બે પ્રકારની ગંધો કે પાંચ પ્રકારના જુદા જુદા રંગોના વિષયો અંધ થઈને મેં ભોગવ્યા. આ પ્રમાણે જુદા જુદા પ્રકારના વિષય કષાયોને વશ થવાથી મારા ચારિત્રનો ભંગ થઈ ગયો છે અને જે ચારિત્ર અને મોક્ષનું કારણ થવાનું હતું તે કષાયોને વશ થવાથી હવે બંધનનું કારણ થઈ ગયું છે. જ્યાં સારાસારનું ભાન ન રહ્યું આત્મા વિષયાંધ થઈ ગયો ત્યાં આત્મકલ્યાણનો માર્ગ કેવી રીતે ટકી શકે ? જેથી સાધક હવે
* તત્ત્વાર્થસૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org