________________
૫૦
સાધક-ભાવના
નાનાં મોટાં, ત્રાસ-સ્થાવર, મૂંગા-બોલતા, નિબળા-સબળ વગેરે અનેક જીવોને વધ, બંધન, તાડન, છેદન, ભેદન ઈત્યાદિ પ્રકારનાં દુઃખો દીધાં. વળી આવાં દુઃખો દેતી વખતે અંતરમાં દયા તો ન આણી, પણ બેધડકપણે તેઓને હેરાન કરીને આનંદ માન્યો (આ પ્રકારને શાસ્ત્રમાં હિંસાનંદી નામનું ઘોર રૌદ્રધ્યાન કહેવામાં આવે છે જે મુખ્યપણે નરકાદિ ગતિનો હેતુ થાય છે).
આવાં, અન્ય જીવોને પીડા ઉપજાવવાનાં અનેકવિધ મહા અનર્થકારી કુકર્મો કર્યાં તેની હું ક્યાં સુધી કથની કરું? હું દયામય ઘર્મને આચરવાવાળા એવા રૂડા શ્રાવકકુળમાં જન્મ્યો પણ આચરણ વડે તો હિંસક જ રહ્યો એવો હું મહા નીચ છું તેનો હે પ્રભુ ! આપ ઉદ્ધાર કરો.
પોતાની હિંસક કૃતિઓ માટે આલોચનાપાઠમાં પણ આ પ્રકારે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે :
હા ! હા ! મેં દુઠ અપરાધી, ત્રસજીવનરાશિ વિરાધી, થાવરકી જતન ન કીની, ઉરમેં કરુણા નહીં લીની.”
આલોચના-પાઠ ૧૮ અહીં પણ સાધકનો આત્મા પ્રભુની પાસે આર્દ્ર હૃદયવાળો થઈને પ્રાર્થે છે કે હે પ્રભુ! મેં આવાં હિંસાનાં જે ઘોર પાપ આદર્યા અને તેથી જે તીવ્ર કર્મો બાંધ્યાં તે માફ કરજો, હવે હું આપનું શરણ ગ્રહીને આપની આજ્ઞાનું પાલન કરવાનો દૃઢ સંકલ્પ કરું છું.
અગાઉ આપણે પાંચમી કડીની વિશેષ વિચારણા કરી હતી જેમાં પ્રમાદને વશ થઈ જવાથી હિંસારૂપી મહાન પાપકર્મનું ઉપાર્જન થયાની વાત હતી. પ્રમાદ પછી સાધકનો મહાન શત્રુ કષાય છે, જેનું વર્ણન હવેની કડીમાં કરવામાં આવે છે.
કષાયને પરવશ થઈ બહુ, વિષયસુખ મેં ભોગવ્યાં, ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org