________________
માયિક પાઠ આવે છે :
પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતા પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુઃખ દઈ, મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ વિનવું આપને. (૫)
વિશેષાર્થ : પાપોથી બચવા માટે અને આત્મસ્થિરતાના વિકાસ માટે ભગવાને ગૃહસ્થો માટે મહાવ્રતોનું પાલન કરવાની આજ્ઞા કરેલી છે. પોતપોતાની શકિત અનુસાર આ આજ્ઞાનું સમ્યકપણે પાલન કરવાથી મોક્ષમાર્ગમાં જલદીથી આગળ વધી શકાય છે.
સર્વ વ્રતોમાં પ્રથમ વ્રત અહિંસા છે અને બાકીનાં ચાર વ્રતોનું પાલન પણ તે અહિંસાના પાલન પણ તે અહિંસાના પાલનની વૃધ્ધિ અર્થે કરવામાં આવે છે. પ્રમાદ એ વ્રતપાલનનો શત્રુ છે કારણ કે પ્રમાદથી આત્માની સાવધાનીનો અને સંયમનો નાશ થાય છે. તેથી આચાર્યશ્રી કહે છે કે હે ભગવાન! સંયમપાલનમાં અસાવધાન એવા મેં પ્રમાદથી હલનચલનની ક્રિયાઓ કરી. ખરેખર તો મારે ઈર્વાસ મિતિથી (ચાર હાથ આગળની ભૂમિ જોઈ-તપાસીને કોઈ જીવની વિરાધના ન થાય તેમ સમ્યકપણે વિહાર કરવો) ચાલવું જોઈતું હતું, પણ હું આપની આજ્ઞાના પાલનમાં પ્રમાદી રહ્યો અને તેથી ગમે તેમ (સ્વછંદપણે) ચાલવાથી એક ઈન્દ્રિય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય કે પંચ ઈન્દ્રિયવાળા જીવોને મારા પગ નીચે દબાઈ જવાથી જે દુ:ખ દર્દ, પીડા કે મૃત્યની વેદના થઈ તેનો હું પાપી-દેણદાર છું.
સર્વજ્ઞ-સદ્ગુરુની આજ્ઞાને આધીન થઈ, આત્મકલ્યાણના માર્ગે ચાલવાને બદલે, મહાન સ્વચ્છેદ અને મૂઢતાને મેં પોષ્યાં. સર્વ જીવો પ્રત્યેની પરમ મૈત્રી હું ભૂલી ગયો અને આ સૌ મારા જેવા જ
આત્માઓ છે એવો આપનો જે દિવ્ય બોધ તેને ભૂલીને મેં અનેક Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org