________________
સાધક-ભાવના
ચરણકમળોનું અલૌકિક માહાત્મ્ય મને આપ્યું છે તેથી તેની રજમાં હું પ્રતિદિન જાણે કે ડૂબું છું. કેવી રીતે ? તો કહે છે કે (૪) હું તેમાં તરૂપ થાઉં છું, સ્થિર થાઉં છું.
(૬) મારું ચિત્ત તેમાં જ લગાડેલું -- બાંધેલું રાખું છું. () અત્યંત વિશુદ્ધ પ્રેમથી હું આ કાર્ય કરું છું.
શાસ્ત્રસિદ્ધાંત છે કે જેની જેમાં શ્રદ્ધા હોય તેને તેમાં પ્રીતિ ઊપજે છે, જેને જેમાં પ્રીતિ હોય તે વસ્તુનું તેને વારંવાર સ્મરણ રહે છે. વિશિષ્ટ પ્રેમ સહિત જો તે વસ્તુનું સ્મરણ વારંવાર કરવામાં આવે તો તેમાં તન્મયતા થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે વારંવાર પરમાત્મપદનું સ્મરણ યથાર્થ પ્રતીતિ અને પ્રચુર પ્રીતિથી કરવામાં આવે ત્યારે પરમાત્મપદમાં તન્મયતા આવે છે.
૪૮
આમ સાધક આત્મા, કે જે શક્તિઅપેક્ષાએ પરમાત્મા છે, તે પરમાત્મપદના અવલંબન સહિત તન્મયતા થતાં પ્રગટપણે પરમાત્મા થાય છે. કહ્યું છે કે :
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા પ્રગટે ગુણરાશ દેવચન્દ્રની સેવના, આપે હો મુજ અવિચળ વાસ
ૠષભ જિણંદશું પ્રીતડી
શ્રીમદ્ દેવચન્દ્રજીકૃત ઋષભસ્તવન
આમ યથાર્થપણે પરમાત્માને ભજતાં પરમાત્મા થવાય છે તેથી, આચાર્યશ્રીએ અત્રે પરમાત્મપદમાં પ્રેમસહિત નિરંતર ડૂબવાની પોતાની ભાવના વ્યક્ત કરી છે.
ભગવાનના ચરણકમળરૂપી દીવાને પોતાને હૃદયમાં સ્થાપીને અને તેમાં તન્મય થઈને પોતાના અજ્ઞાનનો નાશ કરવાની ભાવના છેલ્લી કડીમાં ભાવવામાં આવી હતી. હવે પછીની કડીમાં પોતાથી થયેલા દોષોનું કથન કરીને સર્વ પ્રથમ હિંસાના દોષની ક્ષમા માગવામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International