________________
સામાયિક પાઠ
૪૦.
(મંદાક્રાંતા) (૨) મોટા મોટા મુનિજન તને, માનતા નાથ તો તે,
તેજસ્વી છો રવિ સમ અને, દૂર અજ્ઞાનથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી મુક્તિ માટે નવ કદી બીજો, માનજો માર્ગ આથી.
શ્રી માનતુંગાચાર્ય : શ્રી ભક્તામરસ્તોત્ર ૨૩ (૩) (ઘન્ય રે દિવસ આ અહો... એ તજ) તારાં દર્શનથી જિનરાજ રે,
ટળ્યા મોહપડળ મુજ આજ રે, વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે,
હતું તેવું દીઠું મે અનૂપ રે. તારાં દર્શનથી જિનરાજ રે,
મારાં મહા પાપોય પળાય રે, રવિ ઊગ્ય ન લાગે વાર રે,
જાય રાત્રિ તણો અંધકાર રે.
– જિનવરદર્શન ૩૫/શ્રી પદ્મનંદિપંચવિશતિ. (૪) ભાવ અપ્રતિબદ્ધતાથી નિરતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યમ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે.
– શ્રીમદ્ રાજચંદ્ર : ૧૯૪ હવે આગળની બે લીટીઓમાં આચાર્યશ્રી પોતે કેવી રીતે પ્રભુભક્તિનો અભ્યાસ કરે છે તે જણાવતાં પ્રકાશે છે કે હું માત્ર આપનાં ચરણકમળોની ભક્તિ કરું છું એટલું જ નહિ પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org