________________
૪૬
સાવકભાવના
તુજ ચરણકમળનો દીવડો, રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત જ બાળજો; તરૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબતો. (૪)
વિશેષાર્થ : આ કડીમાં આચાર્યશ્રીએ પરમાત્માની સાચી ભક્તિથી પ્રાપ્ત થવા યોગ્ય ઉત્તમ ફળનું વર્ણન કરી પોતે પણ તે ભક્તિના રંગમાં કેવી રીતે રંગાઈ ગયા છે તેનું એક અલૌકિક ભક્તની પદ્ધતિથી વર્ણન કર્યું છે.
ઉત્તમ સાધકોને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકતી નથી ત્યારે, તેઓ વારંવાર અનેક પ્રયત્નો દ્વારા પરમાત્માના ચરણકમળનું પૂર્ણ પ્રેમથી ચિંતન કરે છે. પરમાત્માના ચરણકમળ પ્રબુદ્ધ સાધક માટે એક મહાન દીપક સમાન છે. આ દીપક તે જગતનો સામાન્ય દીપક નથી પરંતુ ચૈતન્યસત્તાથી ભરપૂર એવો જ્ઞાનદીપક છે. જો સાધકનું ચિત્ત આવા ચૈતન્યદીપકમાં લાગેલું રહે તો તેને વિશિષ્ટ સંવર-નિર્જરાની પ્રાપ્તિ થાય છે માટે આચાર્યશ્રી પરમાત્માને પ્રાર્થના કરે છે કે આપનાં ચરણોનું મને નિરંતર સ્મરણ રહેજો કે જેના ફળરૂપે મારા હૃદયમાં જે કાંઈ અજ્ઞાનના (અલ્પજ્ઞાનના) અંશો હોય તે ભસ્મીભૂત થઈ જાય! જુઓ આચાર્યશ્રીની પ્રભુભક્તિની નિષ્ઠા !
પ્રભુભક્તિનો આવો મહિમા અનેક પૂર્વાચાર્યો અને સંતોએ પણ ગાયો છે.
(હરિગીત) (૧) જિનવર ચરણકમળે નમે, જે પરમ ભક્તિરાગથી; તે જન્મવેલી-મૂળ છેદે, ભાવ ઉત્તમ શસ્ત્રથી.
શ્રી કુંદકુંદાચાર્ય : ભાવપ્રાભૃત, ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org