________________
સામાયિક પાઠ
રહેવું યોગ્ય છે. બીજી રીતે નહિ,
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૦૧ (૬) હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘબરાવે; પર્વત નદી સ્મશાન ભયાનક, અટવીસે નહીં ભય આવે, રહે અડોલ અકંપ નિરંતર યહ મન દૃઢતર બન જાવે, ઇષ્ટવિયોગ અનિષ્ટયોગમેં સહનશીલતા દિખલાવે.
જુગલકિશોર મુખ્તાર કૃત ‘મેરી ભાવના’ આ પ્રમાણે ઉપરોક્ત સત્પુરુષોના વિવિધ ઉત્તમબોધ દ્વારા વસ્તુસ્વરૂપનો, વિશ્વવ્યવસ્થાનો અને મારા શુદ્ધ આત્માનો સદ્ગુરુગમે અને સ્વપુરુષાર્થે નિર્ણય કરીને હું નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતાને પ્રાપ્ત કરું છું. મારા આ જાગ્રત પુરુષાર્થમાં હે પ્રભુ વીતરાગ ! આપ મને શક્તિ અને સહાય કરો. જગતના નાનામાં નાના જીવજંતુથી માંડીને દુનિયાના કહેવાતા મોટામાં મોટા જે રાજા-મહારાજા, શેઠ-શાહુકાર કે પ્રધાનાદિ સર્વ જીવોમાં મને સમબુદ્ધિ, કરુણાબદ્ધિ, આત્મવત્બુદ્ધિ સહજપ્રેમપૂર્ણ બુદ્ધિ રહે અને દિવસે દિવસે શેષ રહેલો મારો (ચારિત્ર) મોહ નષ્ટ થઈ જાય એ જ મારી ભાવના છે. તેનું આપની કૃપાથી હવે ભવન (પરિણમન) થાઓ.
-
૪૫
આચાર્યશ્રીએ અહીં ભક્તિપ્રધાન દૃષ્ટિથી કથન કર્યું છે. જોકે તેઓ મહાસમર્થ અપ્રમત્ત યોગીશ્વર છે તોપણ જ્યાં સુધી પૂર્ણ સમતા ન પ્રગટે ત્યાં સુધી પ્રગટેલી સમતાનો સ્વીકાર કરીને મહાજ્ઞાની પુરુષો પૂર્ણ સમતાની પ્રાપ્તિ માટે આવો પુરુષાર્થ કરે છે. યથા –
Jain Education International
‘આ હું અને તે કર્મરૂપી શત્રુ બન્નેય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો, કારણ કે સજ્જનનું રક્ષણ કરવું અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય પુરુષોનો ધર્મ છે.’
-
શ્રી પદ્મનંદિપંચવિંશતિ, ૯/૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org