________________
સાધક-ભાવના આમ ઉપરોક્ત પ્રકારે શુભાશુભ કર્મોના ફળરૂપે સંસારપરિભ્રમણ કરતા એવા મારા આત્માને ભિન્ન ભિન્ન સંજોગોમાં આવવાનું બને અને અનેક પ્રકારના જીવોનો સમાગમ થાય ત્યારે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ન થાઓ અને સર્વત્ર સમભાવ રહો એવી મારી ભાવના છે. આનો સામાન્ય અર્થ એ થયો કે રોજબરોજના જીવનમાં “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે' – આ સૂત્રનો હું અંતઃકરણપૂર્વક પ્રયોગ કરું તો મારી સમતાની સાધનામાં વૃદ્ધિ થાય. આવી સમતામાં હું દૃઢપણે ટકી શકું તે માટે ફરી ફરી હું શ્રી ગુરુઓનાં નીચેનાં વચનોનો ભાવ સ્મરણમાં રાખું છું :(૧) છેદાવ વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે; વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે.
શ્રી સમયસાર ગાથા ૨૦ (૨) દુઃખસુખ રૂપ કરમફલ જાણો; નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.
- યોગીરાજ શ્રીઆનંદધનજી કૃત વાસુપૂજ્ય સ્તવન (૩) રાઈ માત્ર વધઘટ નહિ, દેખ્યા કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન.*
– શ્રીબૃહદ આલોચના (૪) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન હોય, જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.
શ્રીમદ્ રાજચન્દ્ર (૫) જગત આત્મરૂપ માનવામાં આવે છે, જે થાય તે યોગ્ય જ
માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં * આર્તધ્યાન, કુધ્યાન, અપધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org