________________
૪૩
સામાયિક પાઠ પ્રાર્થના કરે છે.
સુખદુઃખમાં, અરિમિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં, મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવતુ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ. (૩)
અહીં આચાર્યશ્રીએ સમતાભાવની પ્રાપ્તિ માટે વિનંતી કરી છે. આ જીવનના અનેકવિધ પ્રસંગો અને પ્રકારોમાં જેટલા પ્રમાણમાં સમભાવ રહે તેટલા પ્રમાણમાં નિરાકુળતાનો સભાવ હોવાથી શાંતિ અને પ્રસન્નતા રહે છે અને નવાં કર્મો બંધાતાં નથી. વિષમ ભાવો ઊપજે તેવા પ્રસંગોનું વર્ણન કરતાં આચાર્યશ્રી કહે છે કે :- સુખદુઃખ ઇત્યાદિમાં ઇન્દ્રિયોને રતિ ઊપજે તેને સુખ કહેવામાં આવે છે અને ઇન્દ્રિયોને અણગમો ઊપજે તેને દુઃખ કહેવામાં આવે છે. જેઓ આપણું અપમાન કરે, મારામારી કરે, સ્ત્રી-ધનાદિ છીનવી લે તેમને અરિ એટલે દુશ્મન કહે છે. અને જેઓ આપણા વ્યાવહારિક જીવનમાં અનુકૂળ વર્તી આપણો ઉપકાર કરે તેમને મિત્ર કહેવામાં આવે છે. હિતકારી, ઉપકારક અને ઉપયોગી વસ્તુઓનું છીનવાઈ જવું, દૂર થઈ જવું તેને વિયોગ કહે છે અને અન્ય ઉપકારક કે અપકારક વસ્તુઓ કે વ્યક્તિઓનો સમાગમ થવો તેને સંયોગ કહે છે. પોતે કરેલાં પાપકર્મોનો ઉદય થતાં પશુગતિ વગેરેમાં ઊપજવું થાય ત્યારે મુખ્યપણે વનજંગલોમાં રખડવાનું થાય છે તથા વળી પુણ્યકર્મના ફળરૂપે સૂર્યવંશી સિસોદિયા વગેરે ઉચ્ચકુળાદિમાં – રાજા-મહારાજાના કુટુંબમાં જન્મ થાય છે અને રાજમહેલ વગેરેમાં રહેવાનું પણ બને છે. વિશેષ પુણ્યનો ઉદય હોય ત્યારે તેના ફળમાં સ્પર્શેન્દ્રિયનાં, નાસિકાનાં,રસનાનાં, નેત્ર-ઇજિનાં અને શ્રવણેન્દ્રિયનાં વિવિધ પ્રકારનાં સુખદાયક સાધનોનો શુભ યોગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org