________________
સાકભાવના
૪ દેહથી જુદાપણું : શ્રી સદ્ગુરુદેવના ઉપદેશથી, તેનો અર્થ યથાર્થપણે સમજવાથી અને તથારૂપ વેદન કરવાથી હું અને આ દેહ જુદા છે એવો મારો નિર્ણય થયો છે. હું જાણવા-દેખવાના સ્વભાવવાળો અરૂપી, સહજાનંદી, અવિનાશી છું જ્યારે આ દેહ તો જડ-અચેતન, રૂપી, સુખદુઃખાદિથી સહિત અને થોડો કાળ ટકવાવાળો છે. આમ આ દેહરૂપી પદાર્થ – જોકે મારી નજીક અને એકક્ષેત્રાવગાહિ છે - તોપણ હું અને તે જુદા છીએ. જોકે તે તદ્દન નજીકનો પડોશી હોવાથી મારે તેની સાથે કથંચિત્ સંબંધ છે પણ અમારા સ્વભાવ એકબીજાથી તદ્દન જુદા છે અને પૂર્ણ મોક્ષ થતાં તો હું તેનાથી કાયમને માટે છૂટી જવાનો છું. તો અંશે મોક્ષ થવા (સંવર નિર્જરાની સિદ્ધિ માટે) હું તેને મારાથી જુદો જ માનું છું.
૪૨
અહીં આચાર્યશ્રી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! આપની અનંતશક્તિ પ્રગટ થઈ ગઈ છે. આપ શરણાગતવત્સલ, તરણતારણ અને પતિતોદ્ધારક છો. જોકે હું દેહ અને આત્માને જુદા જુદા જાણું છું તોપણ ક્વચિત્ પ્રબળ એવા આ મોહને વશ થવાથી મારી પરિણતિ મલિન થાય છે. તમારા અનુગ્રહ દ્વારા હું હવે એવું બળ ચાહું છું કે જેના પ્રતાપથી દેહથી હું મારી જાતને સંપૂર્ણપણે જુદી અનુભવવા માટે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરી શકું અને જે કંઈ અજ્ઞાનના (અલ્પજ્ઞાનના) અંશો મારામાં બાકી રહ્યા છે તે નષ્ટ થઈ જાય અને મને મારું સહજાત્મસ્વરૂપ - પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ થઈ જાઓ.
આ રીતે પોતાના આત્માનું બળ વધે અને તે દ્વારા દેહથી ભિન્ન એવા પોતાના આત્માનો વિશેષ પરિચય કરી શકાય તે અર્થે આચાર્યશ્રીએ પરમાત્માને પ્રાર્થના કરી હતી. હવે આગળની કડીમાં તેઓ પ્રભુને, મોહ કાપીને સર્વ જીવોમાં આત્મતુલ્ય બુદ્ધિ રહે તેવી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only