________________
૪૧
સામાયિક પાઠ
૪ સર્વથા નિર્દોષપણું
દેહથી જુદાપણું
ગ અનંતજ્ઞાન : શાન એ આત્માનો – મારો – સ્વ પરને પ્રકાશનારો સ્વાભાવિક ગુણ છે. વર્તમાનમાં મારી વિભાવપરિણતિને લીધે અને જ્ઞાનાવરણાદિ કર્મોના નિમિત્તે કરીને જોકે તે જ્ઞાન યથાર્થપણે પ્રગટરૂપે પ્રકાયું નથી, તોપણ તે જ્ઞાનગુણની શક્તિ (Potentiality) નષ્ટ થઈ ગઈ નથી અને સત્યુષાથદિ સાધનોથી થોડા કાળમાં તે પ્રગટ થઈ જવાની છે.
૧ અનંતશક્તિ : અનંતશક્તિ, અનંતબળ – અનંતવીર્ય એ પણ મારો સ્વાભાવિક ગુણ છે. મારી આ શક્તિનું અસ્તિત્વ મારા આત્મામાં છે અને તેનું કાર્યક્ષેત્ર પણ મારા આત્મા સુધી મર્યાદિત, છે, કારણ કે સ્વની અપેક્ષાએ અતિરૂપે અને પરની અપેક્ષાએ નાસ્તિરૂપે એવી જ જગતના સર્વ પદાર્થોની વ્યવસ્થિતિ છે. મારી આ શક્તિના ક્રમિક વિકાસથી મોક્ષમાર્ગની આરાધના કરીને પ્રતિબંધક એવાં અંતરાય કર્મોને ટાળીને મારી આ શક્તિ હું પ્રગટ કરીશ અને તેના બળથી આગામી અનંત કાળમાં વિકારનો અનંતાંશ પણ મારા આત્મામાં પ્રગટવા નહિ દઉં.
સર્વથા નિર્દોષપણું : જ્યારે શુદ્ધદૃષ્ટિથી હું મારા આત્માને જોઉં છું ત્યારે મારો આત્મા સર્વ પ્રકારના દોષોથી રહિતપણે દેખી-અનુભવી શકાય છે. જોકે મારી વર્તમાન અવસ્થામાં અનેક પ્રકારના દોષો વિદ્યમાનપણે છે. પણ તે તો મારા અજ્ઞાન-અસંયમકષાયાદિ ભાવોને લીધે, તથારૂપ કર્મોના નિમિત્તે કરીને છે – મારો સહજ-સ્વભાવ નથી. તેથી હવે હું મારા સર્વ પ્રકારના દોષોનો વિલય કરવા નિર્દોષ દેવગુરુ-ધર્મના અવલંબનપૂર્વક મારા આત્માની શુદ્ધિનો પુરુષાર્થ કરવાની ભાવના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org