________________
સાધક-ભાવના
પ્રતિકારમાં ન્યાયની રક્ષાનો ભાવ હોય છે, અંતરંગ વિષમતા કે ક્ટર દ્વેષભાવ હોતો નથી. આવી જાગ્રત સાધના હોય તેને સામાયિકની સિદ્ધિ થાય છે. - હવે બીજીકડીમાં આચાર્ય મહારાજ, પ્રભુને જ્ઞાનબળની પ્રાપ્તિ માટે પાર્થના કરે છે.
અતિ શાનવંત અનંતશક્તિ, દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું એ, શાનબળ મુજને મળો, ને ભીષણ જે અશાન મારે, નાથ ! તે સત્વર ટળો. (૨)
હે પ્રભુ ! સર્વ આત્માઓમાં શક્તિ અપેક્ષાએ અનંત જ્ઞાન અને અનંત શક્તિ ભરેલાં છે એમ આપનું વચન છે.
યથા – १. जारिस सिद्धसहावो तारिस सहावो सबजीवाण'
– સિદ્ધપ્રાભૃત ૨. અહો ! આ આત્મા અનંતવીર્યવાળો અને સમસ્ત) વિશ્વનો (જ્ઞાનથી) પ્રકાશ કરનારો છે. ધ્યાન શક્તિના પ્રભાવથી તે ત્રણ લોકને ચલાવી શકે છે.
શ્રી જ્ઞાનાર્ણવ ૩. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદ્ગર આશા જિન દશા, નિમિત્ત કારણ માંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આ આત્માનો જ્યારે પરમાર્થ દૃષ્ટિથી વિચાર કરીએ ત્યારે તેના આ ચાર ગુણો સ્પષ્ટપણે તરી આવે છે.
અનંતજ્ઞાન ૨ અનંતશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org