________________
સામાયિક પાઠ
૩
થવાનો યત્ન કરે છે તેથી તેને પરિણામોની શુદ્ધિ થતી જાય છે. આવો મહાન ધર્માત્મા સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલી વીતરાગવાણીના સાચા રહસ્યને પામ્યો કહેવાય છે અને આગળની સાધનાનાં ભિન્ન ભિન્ન વ્રત-નિયમ -સંયમ-તપ-ક્ષમા આદિ અંગોને ધર્મધ્યાનપૂર્વક ધારણ કરે છે. આવા ધ્યાનપૂર્વકની સાધના દ્વારા જેને સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે તેઓ ઉત્તરોત્તર ઊંચી પદવીને પામીને અલ્પકાળમાં મોક્ષને પામે છે. પરંતુ જેમની પાસે આ ધર્મધ્યાનની કળા અને વિજ્ઞાન નથી હોતાં તેઓ સામાન્ય સ્વર્ગને પ્રાપ્ત કરીને પણ મોહાસક્ત થઈ શકે છે અને છેવટે દુર્ગતિને પણ પામી શકે છે.
ઉપસંહાર : આચાર્યશ્રી આપણને સાવધાનીથી અને વિનય-વિવેકપૂર્વક વીતરાગવાણીને અંગીકાર કરવાની પ્રેરણા આપે છે, જેથી દિવસે દિવસે આપણા જીવનમાં જ્ઞાનવૈરાગ્ય અને આત્મશાંતિ વધતાં જાય અને આત્મગુણોનો વિકાસ થતો જાય. જે કોઈ સાધકના જીવનમાં વધતેઓછે અંશે પણ આમ બન્યું હોય તેણે જ જ્ઞાનીની વાણીનો ખરેખર સ્વીકાર કર્યો કહેવાય. માટે સ્વજીવનનો વિચાર કરવો.
સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માનથી,
વળી ઇન્દ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં,
તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૨) ભાવાર્થ : આત્માની સાધના કરવામાં નિરત એવા યોગીપુરુષો જેમનું અંતરના આદર સહિત સ્મરણ-ચિંતન કરે છે, દુનિયામાં મહાન ગણાતા એવા ઇન્દ્રાદિક દેવો અને અન્ય મહાપુરુષો પણ જેમની અતિશયપણે સ્તુતિ-ભક્તિ કરે છે, જગતનાં પ્રસિદ્ધ એવાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International