________________
૪
સાકભાવના
વેદ-પુરાણ વગેરે અનેક મોટાં શાસ્ત્રો પણ જેમનો સહર્ષ મહિમા ગાય છે, તેવા સર્વ દેવોના દેવ સિદ્ધ પરમાત્માને હું મારા હૃદયમાં નિવાસ કરે તેવી વિનંતી – પ્રાર્થના કરું છું.
www
વિશેષાર્થ : યુન્-યોગતિ-to unite, to communicate, એમ યુગ્ ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે. પોતાના આત્માને સમ્યક્ષણે જે પરમાત્મપદ સાથે જોડવાનો ઉદ્યમ કરે છે તેને યોગી કહે છે. અષ્ટાંગ યોગમાંનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ આઠ અંગોમાં મુખ્યતા ધ્યાનસમાધિની છે, કારણ કે તેની સિદ્ધિ અર્થે જ બાકીનાં અંગોની સાધના કરવામાં આવે છે. વિવિધ અંગોની સાધના દ્વારા પોતાના ચિત્ત-ઉપયોગની નિર્મળતાને પામીને, તેની વિશેષ નિર્મળતા કરવા માટે યોગીપુરુષો વારંવાર પરમાત્માનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે, વિચાર કરે છે, વાર્તા કરે છે પૃચ્છના કરે છે, નામસ્મરણ કરે છે, સર્વ પ્રકારે તેનો જ પરિચય થાય તેવો પ્રયત્ન કરે છે.
હવે યોગીજનો જેનું ચિંતન-મનન કરે છે તે પરમાત્મા કેવા છે ? શાસ્ત્રમાં તે પરમાત્મા દેહસહિત હોય તો તેને જિન-અરિહંતતીર્થંકર-વીતરાગ ભગવાન કહેવામાં આવે છે. જ્યારે તે દેહનો ત્યાગ થઈ તેઓ નિર્વાણ પધારે છે ત્યારે તેમને સિદ્ધ -વિકલ-અશરીરી પરમાત્મા કહે છે. આ બે પ્રકારોમાંથી ગમે તે પ્રકારના પ્રભુનું ધ્યાન કરવામાં આવે તોપણ તેમના પરમાર્થગુણો તો એકસરખા જ છે. શાસ્ત્રોમાં તેમનું વર્ણન વિવિધ રીતે નીચે પ્રકારે કર્યું છે : (૧) છે અષ્ટકર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે; શાશ્વત પરમ ને લોક-અગ્ન, વિરાજમાન શ્રી સિદ્ધ છે. (૨) તીન ભુવન ચૂડા રતન-સમ શ્રીજિન કે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org