________________
૫
૫
સામાયિક પાઠ (૩) આસવ ભાવ અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ,
નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. (૪) “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો.”
- શ્રી મોક્ષમાળા, પદ
(નારાચ છંદ). (૫) પુરાન હો, પુમાન હો, પુનીત પુણ્યવાન હો,
કહે મુનીશ અંધકાર-નાશકો સુભાન હો, મહંત તોહિ જાન કે, ન હોય વશ્ય કાલકે, ન ઔર મોહિ મોખપંથ દેય તોહિ ટાલકે.
. – શ્રી ભક્તામરસ્તોત્ર, ૨૩ જે યોગીપુરુષોએ ઉપરોક્ત પ્રમાણે પરમાત્માના ગુણોને સારી રીતે જાણ્યા છે અને તેમના ગુણોમાં જેમને અત્યંત પ્રીતિ થઈ છે તેઓનો સ્વભાવ જ એવો થઈ જાય છે કે પ્રભુનું તેઓ સતત સ્મરણ કરે છે.આ વાત પરમકૃપાળુ શ્રીમદ્ રાજચન્દ્રજીએ અંતિમ સંદેશમાં બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. (૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તયાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
આ પ્રમાણે યોગીજનો ઉપરાંત વિશિષ્ટ પુણ્યના ધારક એવા દેવોના નાયક ઈન્દ્ર, તથા બીજા પણ અનેક લોકાંતિક, સમ્યગ્દષ્ટિ દેવો તથા વિવેકી, બુદ્ધિમાન અને આત્મકલ્યાણના ઇચ્છુક એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org