________________
સાધક-ભાવના
અનેક મનુષ્યો પણ આ પરમાત્માની અનેક પ્રકારે વન્દન-સેવન-કીર્તન સ્તવનાદિ પ્રકારથી ભક્તિ કરીને પોતાનાં આત્મપરિણામોની ઉત્તરોત્તર વિશુદ્ધિ કરે છે. આ પરમાત્માના અસીમ ગુણો છે અને તે ઉત્તમોત્તમ ગુણોની યશોગાથા મોટા મોટા આચાર્યો અને ઋષિમુનિઓએ, વેદપુરાણ કહેતાં અનેક પ્રસિદ્ધ શાસ્ત્રોમાં પણ કરેલી છે. જેથી નક્કી થાય છે કે તે તે શાસ્ત્રોના કર્તા-પુરુષો દ્વારા પણ પરમાત્મા પૂજ્ય છે અને તેથી જ તેઓએ પરમાત્માના ગુણોનું સંકીર્તન અને યશોગાન વિસ્તારથી, પ્રેમથી અને અહોભાવથી પોતાનાં શાસ્ત્રોમાં કરેલ છે.
આવા દેવાધિદેવ, એટલે કે નારાયણ, પ્રતિનારાયણ, રુદ્ર, સૌધર્મેન્દ્ર, અહમિન્દ્રો કે બીજા અનેકવિધ દેવો દ્વારા પણ જેઓ પોતાની ગુણાતિશયતાથી પૂજ્ય છે તેવા પરમાત્મા સિદ્ધને હું મારા હૃદયમાં અત્યંત પ્રેમથી બિરાજમાન કરું છું, જેથી મારા સર્વદોષોનો વિલય થઈ મને શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થઈ ત્વરાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય. મોક્ષગત પુરુષોના ગુણોનો ભેદ જાણી જેઓ તેમની સાચી ભક્તિ કરે છે તેઓ અવશ્ય તેમના આરાધ્યના પદને પામે છે, યથા
મોક્ષમાર્ગના નેતા છે જે, કર્મશેલના ભેદનહાર, વિશ્વતત્ત્વના જાણનારને, વંદું તર્ગુણપ્રાપ્તિદાન.
– શ્રી સર્વાર્થસિદ્ધિ, મંગળાચરણ જેનું સ્વરૂપ સમજાય છે, સાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી, પરમાત્માની સંજ્ઞા થકી, ઓળખાય છે જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૩)
વિશેષાર્થઃ અહીં સામાયિકનો વિષય ચાલે છે, તેથી સાધકને આ સાધના દ્વારા સમતા-સામ્યભાવ-શુદ્ધભાવ પામવાનું પ્રયોજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org