________________
૭
સામાયિક પાઠ
સાધક જીવ, સિદ્ધ પરમાત્માને પોતાના હૃદયમાં નિવાસ કરવા માટે પ્રાર્થના કરે છે. કેવા છે તે સિદ્ધ ભગવાન? તેનું હવે વર્ણન કરે છે :
(૧) આપણા જીવનમાં સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચા આચરણની એકતા સિદ્ધ થાય તો સિદ્ધના સ્વરૂપની આપણને ઓળખાણ થાય. સાચું જ્ઞાન પામવા માટે સર્વજ્ઞ સદ્ગુરુએ કહ્યાં છે તેવાં જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન સપુરુષ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ અને તેના ફળરુપે શું છોડવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું માત્ર જાણવા યોગ્ય છે તેનો યથાયોગ્ય નિર્ણય કરવો જોઈએ. જ્ઞાનના અભ્યાસ દ્વારા જે બોઘ પ્રાપ્ત કર્યો તેની અંતરમાં શ્રદ્ધા કરવી જોઈએ.આમ, સાચાં શ્રદ્ધા-જ્ઞાનસહિત પાપ-પ્રવૃત્તિ જીવનમાંથી ઘટતી જાય તે પ્રકારે પોતાની દૈનિક ચર્યા ગોઠવવી જોઈએ. તેથી જ્યારે સપુરુષાર્થ દ્વારા જીવન નિર્મળ અને શાંત બને ત્યારે તત્ત્વચિંતન દરમ્યાન પોતાના જ હૃદયમંદિરમાં જેનાં દર્શન (પ્રતીતિ, અનુભવ અંશ સહિત) થાય છે તે જ સિદ્ધનું સ્વરૂપ છે. નિશ્ચયથી તે જ પોતાનું શક્તિરૂપે રહેલું સ્વ-તત્ત્વ છે. કહ્યું છે:
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રજી, ૧૩૫ જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લશા થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
– શ્રીમદ્ રાજચન્દ્ર, ૫૪/૩ (૨) વળી સિદ્ધ ભગવાન કેવા છે ? આનંદના ભંડાર. આત્મામાં આનંદ નામનો એક ગુણ છે. પરંતુ, અશાતાવેદનીયને આધીન થવાથી તે દુઃખરૂપે પરિણમે છે અને શાતાવેદનીયને આધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org