________________
૬૮
સાધક-ભાવના થવાથી તે સુખરૂપે પરિણમે છે. પરમાત્મા બેમાંથી એક પણ પ્રકારના કર્મને આધીન નથી તેથી તેઓનો આનંદગુણ સહજ સુખરૂપે – આનંદરૂપે પરિણમે છે. કહ્યું છે કે : દુઃખસુખરૂપ કરમફળ જાણો; નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે;
આનંદઘનજીકૃત વાસુપૂજ્ય સ્તવન, ૪ પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, . અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ
શ્રીમદ્ રાજચંદ્ર, ૭૩૮/૧૯ આ સિદ્ધ પરમાત્માના એક પ્રદેશમાં કોઈ પણ પ્રકારના વિકારનો સહેજ પણ અંશ હોતો નથી કારણ કે મોહનીય કર્મનો તેઓએ પૂર્ણ પરાભવ કર્યો છે. આમ તેઓ સંપૂર્ણપણે નિર્વિકારપણાને એટલે શુદ્ધ સ્વભાવને પામેલા છે.
(૩) વળી કેવા છે તે સિદ્ધ પરમાત્મા? તો કહે છે કે જ્ઞાની અને યોગીજનો શુદ્ધ ધ્યાન દરમ્યાન તેમના સ્વરૂપનો (વ્યવહારથી સિદ્ધપદનો અને નિશ્ચયથી પોતાના સિદ્ધ સમાન સ્વપદનો) સ્વસંવેદન દ્વારા અનુભવ કરે છે.
ઘર્મધ્યાનનો અંશ ચોથા ગુણસ્થાનથી પ્રગટે છે અને ત્યારથી તે ધર્માત્માને ધ્યાનમાં આત્મિક આનંદનો અંશ અનુભવ થાય છે. જેમ જેમ તે ધર્મધ્યાનમાં આગળ વધે છે તેમ તેમ તે આનંદ વધતો જાય છે, તેની મુખ્યતા સાતમા ગુણસ્થાને હોય છે. આ આનંદ તે જ આત્માનો (પરમાત્મપદનો – સિદ્ધસમાન પોતાના આત્મપદનો) આનંદ છે. તે આનંદ જેનો પૂર્ણપણે પ્રગટ થઈ ગયો છે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org