________________
૬૯
સામાયિક પાઠ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એકરૂપ પૂર્ણ શુદ્ધ-બુદ્ધ-નિરંજન પરમાત્મા-સિદ્ધ ભગવાન મારા હૃદયમાં – ધ્યાનમાં રહો, એવી સાધક જીવ પ્રભુને પ્રાર્થના કરે છે : સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ધયાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જયતે.
– શ્રીમદ્ રાજચન્દ્ર, ૩૯૫૪
(હરિગીત) જે કઠિન કણે કાપતા, ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં યોગીજનોને ભાસતા, જે, સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૪)
વિશેષાર્થ અહીં સામાયિકનો વિષય ચાલે છે, એટલે સમતાભાવ – શુદ્ધભાવ પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે.
આત્માનો એટલે કે આપણો એવો સ્વભાવ છે કે જે વસ્તુનું તન્મયતાથી ચિંતન કરીએ તેવા ભાવરૂપે, તે સમય માટે, આપણે થઈ જઈએ છીએ. વિષયી મનુષ્ય બુદ્ધિપૂર્વક વિષયનું સ્મરણ કરતાં તે સમયે વિષયરૂપ થાય છે. તેમ સાધક મનુષ્ય પરમાત્મા કે સદ્ગુરુ જેવા શુદ્ધ અવલંબનનું સ્મરણ કરવાથી તેમના ગુણોનો સંવાહક (ધારણ-ગ્રહણ કરનાર) બને છે.આ સિદ્ધાંતને અનુસરીને સાધક ભગવાનને પોતાના હૃદયમંદિરમાં નિવાસ કરવા માટે નમ્ર વિનંતી કરે છે.
જેના ચિત્તમાં સિદ્ધ-પરમાત્માનો નિવાસ થાય તેને શું શું ફળ પ્રાપ્ત થાય છે ? (૧) કઠિન કો કપાય છે
જે જે શુભભાવો સાધના-જીવનમાં આવશ્યક છે તેમાં દેવ-ગુરુધર્મની યથાર્થ ભક્તિ એક અગત્યનો ભાવ છે. ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org