________________
૭૦.
સાધક-ભાવના
ભક્તિ સાચા ભાવથી કરે તેને વિશિષ્ટ પુણ્યનો સંચય પણ થાય છે. વિશિષ્ટ પુણ્યનો સંચય થવાથી પાપકર્મો અને પાપકર્મોનાં ફળ એવાં કષ્ટોનો – દુઃખોનો – પણ સહજપણે નાશ થાય છે. તેથી અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાન ભક્તની સંસાર સંબંધી આધિ, વ્યાધિ અને ઉપાધિઓનો નાશ કરે છે. સાચી ભગવદ્ભક્તિ જેવું (જેમાં ભક્ત. ભક્તિ અને ભગવાનનું સ્વરૂપ ગુરુગમ દ્વારા યથાર્થપણે ઓળખવામાં આવ્યું છે) પુણ્યસંચયનું અને આત્મશુદ્ધિનું અન્ય સાધન સામાન્યપણે નથી અને આ કાળે વિશેષપણે નથી એમ નિઃશંક માનવું. આ વિષયમાં પ્રાચીન મહાત્માઓનો અભિપ્રાય આ પ્રમાણે છે.
| (અનુષ્ટ્રપ) દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ દર્શન સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાધન.
(હરિગીત) જિનવર ચરણકમળે નમે, જે પરમભક્તિ રાગથી; તે જન્મ-વેલી-મૂળ છેદે, ભાવ ઉત્તમ શસ્ત્રથી.
ભાવપ્રાભૃત, ૧૫૩ (દોહરા). કબીર યહ તને જાતા હૈ, સર્કે તો ઠૌર લગાય; કૈ સેવા કર સંતકી, કે પ્રભુ કે ગુણ ગાય.
(કાફી) ઈણ વિધ પરખી, મન વિશ્રામી, જિન વર ગુણ ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે.
હો મલિજિન) – શ્રીમદ્ આનંદઘનજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org