________________
૭૧
સામાયિક પાઠ
ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે સત્પરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
– શ્રીમદ્ રાજચંદ્ર (૨) હસ્તમાં બોરની જેમ સૃષ્ટિને નિહાળે છે
સિદ્ધ ભગવાનના દિવ્ય અને અલૌકિક જ્ઞાનનું અહીં વર્ણન કરેલું છે.
વીતરાગ-વિજ્ઞાનમાં દરેક મુદ્દાને પદ્ધતિસર અને વિજ્ઞાનની દૃષ્ટિથી સમજાવવામાં આવેલ છે. સિદ્ધ ભગવાનની જે વર્તમાન અવસ્થા છે, તે સંસારી અવસ્થામાંથી ક્રમે ક્રમે આત્મશુદ્ધિને સાધીને પોતે પ્રગટ કરેલી દશા છે. આત્મામાં શક્તિઅપેક્ષાએ જે કેવળજ્ઞાન રહેલું છે, તે જ્ઞાનને સાચી શ્રદ્ધા સાચા જ્ઞાન અને સાચા આચરણની પૂર્વ સાધના દ્વારા જ્યારે પ્રગટાવવાનો પુરુષાર્થ કરવામાં આવ્યો ત્યારે જ્ઞાનને આવરણ કરનારા મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય એમ સર્વ જ્ઞાનાવરણીય તથા મોહનીયાદિ અન્ય કર્મોનો નાશ થયો. આમ થવાથી આત્માના જ્ઞાનને રોકનારું કોઈ પ્રતિબંધક કારણ રહ્યું નહિ તેથી તે સિદ્ધ ભગવાનનું જ્ઞાન કોને ન જાણે ? અર્થાત્ સિદ્ધ આત્માનું પૂર્ણ વિકાસને પામેલું એવું જે પૂર્ણ શુદ્ધ -દિવ્ય-લોકોત્તર જ્ઞાન તેમાં જગતના સર્વ કાળના સર્વ પદાર્થો સહજપણે એકસાથે પ્રતિબિબિત થાય છે–દેખાય-જણાય-છે. આ કારણથી કહ્યું કે જે સિદ્ધ પરમાત્મા સમસ્ત સૃષ્ટિને (લોક તેમ જ અલોકને) હાથમાં રહેલા બોરની જેમ નિહાળે છે, તેવા છે. (૩) યોગીજનોને ભાસતા જે કિ અત્તતઃ શાનિરીક્ષી]
અહીં સિદ્ધ-પરમાત્માનું વિશેષ સ્વરૂપ કહે છે. ચોથી લીટીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org