________________
૭૨
સાધક-ભાવના
જે સિદ્ધ-પ૨માત્માને પોતાના હૃદયમાં વસવાનું કહેવાય છે તે નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્માને સંબોધીને જ કરેલું કથન છે, તે આ પ્રમાણે.
દરેક આત્મામાં સિદ્ધ-સમાન શક્તિ રહેલ છે. પરંતુ અજ્ઞાની સંસારી મનુષ્ય મોહને આધીન થઈને પોતાની અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ શક્તિઓને જાણતો અને શ્રદ્ધતો નથી. તે મોહી મનુષ્ય પોતાનું સુખ જગતના બાહ્ય પદાર્થોમાં શોધે છે અને ભ્રાંતિગતપણે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી તેને સાચું સુખ મળશે તેવી ખોટી માન્યતામાં જ રાચે છે, માચે છે, અને જિંદગી વિતાવે છે. પરંતુ તેને ખેદ, થાક, શિથિલતા અને આકુળતાનો જ અનુભવ થાય છે.
કોઈ મહાભાગ્યવાન વિવેકી પુરુષ, ધીરજ ધારણ કરીને સત્-સુખની અંતરમાં જ ખોજ કરે છે, કારણ કે સર્વજ્ઞ-સદ્ગુરુની આજ્ઞાને યથાર્થપણે સમજવાથી તે સત્-સુખનો પોતાના આત્માને વિષે જ નિર્ણય કરે છે. આવો સાચા બોધને પામેલો મહાન સાધક યોગી કહેવાય છે. અને તે જ્યારે પોતાના હૃદયમંદિરમાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય દ્વારા અંતર્મુખ અવલોકનની દિવ્ય કળાને હસ્તગત કરે છે ત્યારે તેની ચિત્તવૃત્તિ જગતના સમસ્ત બાહ્ય પદાર્થો, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, જગતના સંકલ્પવિકલ્પો અને શાસ્ત્રજ્ઞાનની વિકલ્પજાળને ભેદીને પોતાના શુદ્ધ શાયભાવ પ્રત્યે વળીને તેમાં લીન થતાં જ અતીન્દ્રિય જ્ઞાનાનંદરૂપી અમૃતરસને પીએ છે.
આ જ આત્મદર્શન છે. પરમાત્મદર્શન છે. આત્મજ્ઞાન છે, આત્મચરિત્ર છે, આત્મસાક્ષાત્કાર છે, શુદ્ધ-રત્નત્રય છે, આત્માનુભવ છે, સ્વસંવેદન છે, સંવર-નિર્જરાની સાક્ષાત્ પ્રાપ્તિ છે, સ્વાત્મોપલબ્ધિ છે, શુદ્ધાત્માનુભૂતિ છે, સમાધિ છે, મોહક્ષોભરહિતતા આત્માનો નિજ-પરિણામ છે - બીજાં ગમે તે નામોથી કહો પણ આ જ સાધકનું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International