________________
સામાયિક પાઠ
૭૩
-
અંતિમ લક્ષ્ય છે. માટે આચાર્યશ્રીએ મૂળ પાઠમાં અંતર્ગત યોગી દ્વારા જે નીરખાય છે - દેખાય છે - તદૂરૂપ થઈ અનુભવાય છે એમ કહ્યું છે. આ આત્માનુભૂતિનો માર્ગ જો કે વાણી દ્વારા પૂર્ણપણે કહી શકાતો નથી તોપણ પૂર્વે મહાજ્ઞાનીઓએ તેનો નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે, જેનો મૂળમાં અને ટીકાઓ દ્વારા ગુરુગમ સહિત વિશેષ અભ્યાસ અને પ્રયોગ કરવા જિજ્ઞાસુઓને ભલામણ છે ઃ (હરિગીત)
(૧) સમ્યક્ત્વ તેમજ શાનની જે એકને સંજ્ઞા મળે;
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર' છે.
-
શ્રીસમયસાર, ૧૪૪
(દોહરા)
(૨) ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં તે દીસે, તે પરમાત્મ સ્વરૂપ.
Jain Education International
શ્રીસમાધિશતક, ૩૦
(હરિગીત)
જન્મોમરણના દુઃખને, નહિ જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ; કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચન્દ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. (૧૫) વિશેષાર્થ : સાધક પોતાના હૃદયમાં જે પરમાત્માને નિવાસ કરવાની વિનંતી કરે છે તે પરમાત્મા કેવા ગુણોના ધારક છે તે વિષયની વિચારણા હવે આચાર્યશ્રી રજૂ કરે છે : (૧) જન્મોમરણના દુઃખને જે જાણતા નથી
‘સિદ્ધ’ શબ્દ સિધ્ ધાતુ પરથી બનેલો છે. જેઓએ પોતાના ધ્યેયને – પ્રાપ્તવ્યને આદર્શને - સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું છે તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org