________________
૭૪
સાધક ભાવના
સિદ્ધ અર્થાત્ કૃતકૃત્ય કહેવામાં આવે છે. આવા સિદ્ધ ભગવાને શું પ્રાપ્ત કરી લીધું છે ? તેઓએ સંપૂર્ણ સુખ અને અતીન્દ્રિય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને આ સમસ્ત વિશ્વમાં સૌથી મહાન પદવી પ્રાપ્ત કરી લીધી છે જે સ્વાધીન છે અને શાશ્વત છે અને તેથી જ હવે તેમને જન્મ-મરણ આદિ દુઃખો નથી.
- નવા નવા દેહોને ધારણ કરવાની ક્રિયાને જન્મ કહે છે અને જૂના જૂના દેહોને છોડવાની પ્રક્રિયાને મરણ અથવા મૃત્યુ કહે છે. આ બન્ને ક્રિયાઓમાં આત્માને અત્યંત દુઃખ પડે છે. જન્મના દુઃખની જગતના જીવોને સ્મૃતિ રહેતી નથી પરંતુ મરણના દુઃખને તો જગતમાં સૌ કોઈ જાણે છે અને તેથી જ કોઈ “મરણ” ને ઈચ્છતું નથી, છતાં પરાણે મરવું પડે છે. જેમ અગ્નિના સંયોગે લોઢાને ઘણના ઘા સહન કરવા પડે છે તેમ દેહના સંયોગે સંસારી જીવને જન્મ-રોગ, વૃદ્ધાવસ્થા-મરણ વગેરેનાં દુઃખો ફરજિયાત સહન કરવાં પડે છે. યથા –
(હરિગીત) (૧) ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં તે જીવ! તીવ્ર દુઃખો સહ્યાં, તું ભાવ રે જિનભાવના.
– ભાવપાહુડ, ૮
(દોહરો) (૨) જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અહેતુ.
– શ્રીમદ્ રાજચંદ્ર આમ સર્વ પ્રકારે, જે મહાન ઐશ્વર્યવાન આત્માઓએ સમગ્ર દુઃખોના નાશના ઉપાયને પ્રાપ્ત કરી લીધો છે અને જેઓને આગામી અનંતકાળમાં પણ હવે દેહધારણી પરાધીન અને તુચ્છ પ્રવૃત્તિ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org