________________
સામાયિક પાઠ કરવી પડે તેવા સિદ્ધ આત્માઓને ફરી ફરી સાધકો વંદન કરે છે કારણ કે મનુષ્યભવને સંપૂર્ણપણે તેમણે જ સફળ કર્યો છે. તેમની ઉત્તમોત્તમ અવસ્થાનું આત્મદૃષ્ટિથી વર્ણન કરી તેમને અભિનંદન અને અભિવંદન કરતાં જ્ઞાની પુરુષો કહે છે કે –
(હરિગીત). નિજમાંહિ લોક-અલોક ગુણ, પરજાય પ્રતિબિબિત ભયે, રહિહું અનંતાનંત કાલ, યથા તથા શિવ પરિણયે, ધનિ ધન્ય હૈ જે જીવ, નરભવ પાય, યહ કારજ કિયા, તિનહીં અનાદિ ભમણ પંચ પ્રકાર તજિ, વર સુખ લિયા.
છ ઢાળા, ૧૩ (૨) મોક્ષ પથ દાતાર ત્રિલોકને જોતા વિભુ
પરમાત્માનું વિશેષ વર્ણન ચાલે છે. અહીં જે સિદ્ધનું વર્ણન છે તે ભૂતનૈગમનયની અપેક્ષાએ અરિહંત-તીર્થંકરનું પણ છે એમ નય-વિવલાથી સમજી લેવું. પરમાત્માના ત્રણ મુખ્ય ગુણોમાં ત્રીજો ગુણ “મોક્ષપથ-દાતાર'ના રૂપમાં છે. (૧) સર્વશ (૨) વિતરાગ અને (૩) હિતોપદેશક. પહેલા બે ગુણોના સદ્ભાવમાં જે ત્રીજો ગુણ પ્રગટ્યો છે તે દ્વારા ભગવાન સર્વ ભવ્ય જીવોને હેય-ઉપાદેયનું જ્ઞાન કરાવનારા સર્વોત્કૃષ્ટ ઉપદેશકના રૂપમાં જયવંત વર્તે છે. પૂર્વે મહાપુરુષોએ નીચે પ્રમાણે કર્યું છે, યથા
(૧) જેઓ મોક્ષમાર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદનારા છે અને વિશ્વનાં તત્ત્વોના જાણનાર છે, તેમને હું તેમના ગુણોની પ્રાપ્તિ અર્થે વંદન કરું છું.
– તત્ત્વાર્થસૂત્ર ટીકા, મંગળાચરણ (૨) “મુક્તિ કેરી વિધિ કરી તમે, છો વિધાતા જ આપ” - એ પ્રમાણે શ્રીભક્તામરસ્તોત્રની ૨૫મી કડીમાં ભગવાનને મોક્ષમાર્ગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org