________________
૭૬
સાધનામાના
વિધાતા કહ્યા છે.
પોતાના દિવ્ય કેવળજ્ઞાનથી ભગવાન સહજપણે શોભે છે અને બીજા અનેક ગુણો પ્રગટ્યા હોવાથી ભગવાનને વિભૂતિવાળા (વિભુ) કહ્યા છે. (૩) કલંકહીન દિવ્યરૂપ તે સિદ્ધ પરમાત્મા સર્વ પ્રકારનાં પાપોથી, રજથી, અપૂર્ણતાઓથી ' રહિત છે તેથી તેમને વિદેહી-પરમાત્મા' પણ કહેવામાં આવે છે. આમ સર્વ દોષોથી વિમુક્ત અને સર્વ સદ્ગુણોથી સંયુક્ત એવા સર્વજ્ઞ પરમાત્મા છે. યથા
સર્વે ઊંચા ગુણ પ્રભુ અહો ! આપમાંહી સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા, દોષો સર્વે અહીં તહીં ફરે, દૂર ને દૂર જાય, જોયા દોષે કદી નવ પ્રભુ આપને સ્વપ્નમાંય.
- ભક્તામર સ્ત્રોત, ૨૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્ય મય, અગુરુ લઘુ, અમૂર્ત સહજપદરૂપ જો.
અપૂર્વ અવસર. ૧૮
– શ્રીમદ્ રાજચંદ્ર છેલ્લે આચાર્યશ્રી કહે છે કે હે પ્રભુ ! આપ ચન્દ્રના જેવા શીતળ અને સ્વરૂપમાન છો, પરંતુ તેનામાં તો કલંક છે જ્યારે આપ તો નિષ્કલંક છો. હે પ્રભુ! તમે મને ખૂબ જ પ્રિય છો અને તમો મારા હૃદયમાં વસો એવી મારી આપને નમ્ર પ્રાર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org