________________
સામાયિક પાઠ
આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ દ્વેષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય-શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં,
(૧૬) વિશેષાર્થ : અહીં સામાયિકનો વિષય ચાલે છે. સાધક પોતાના મનમંદિરની અંદર પ્રભુને પધારવા માટે અને નિવાસ કરવા માટે વિનંતી કરે છે. કેવા પ્રભુને સાધક મનમંદિરમાં સ્થાપે છે ? ૧. સૌ પ્રાણી પર જેઓ શુદ્ધ પ્રેમ રાખે છે
અહીં ભગવાનના ‘વિશ્વપ્રેમ' અથવા ‘કરુણામૂર્તિ' ગુણની સૂચના કરી છે. જેઓએ પોતાનું જીવનધ્યેય સિદ્ધ કર્યું છે તેવા પરમાત્માને જોકે કોઈ જીવો પ્રત્યે સ્વાર્થમય સ્નેહ કે વ્યક્તિગત સંબંધ હોતો નથી છતાં પૂર્વે બાંધેલા ‘તીર્થંકરનામ કર્મ'ના ઉદયને લીધે તેઓને જગતના નાનામોટા સમસ્ત આત્માઓ પ્રત્યે સહજ-કરુણા વર્તે છે. અને તેવા સર્વ ભવ્ય જીવોના પરમ કલ્યાણને અર્થે તેમનો વિહાર; દિવ્ય ઉપદેશ આદિ પ્રવર્તે છે. તેથી જ સંતોએ ગાયું કે : (દોહરા)
ઝળઝળ જ્યોતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.
૭૭
શ્રીમદ્ રાજચંદ્ર
૨. રાગદ્વેષ વિના અસંગભાવે વર્તતા
ઉપરોક્ત વિશેષણને અહીં બીજી રીતે રજૂ કર્યું છે. આગળ કહ્યું કે જગતના સમસ્ત જીવો પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખે છે. અહીં હવે ભગવાનના તે જ ગુણને ‘વીતરાગતા’ રૂપે અને ‘અસંગતા’રૂપે રજૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org