________________
૭૮
સાધક-ભાવના
કરે છે. સામાન્ય દૃષ્ટિએ વિચારતાં આમાં વિરોધ લાગે છે પણ ખરેખર વિરોધ નથી. પહેલી શૈલી ભક્તની છે જ્યારે બીજી શૈલી જ્ઞાનીની છે. ભગવાન સર્વ જીવોના નિષ્કારણ બંધુમિત્ર છે એ વાત પણ સાચી છે અને ભગવાન વીતરાગ-અસંગ છે એ વાત પણ સાચી છે. બન્નેમાં, મોહનો – સ્વાર્થનો - વ્યક્તિગત સ્નેહનો અભાવ વર્તે છે, સંપૂર્ણ નિઃસ્પૃહપણું છે; છતાં સહજપણે જગત્ઝવહિતકારીપણું પણ છે. આ વાત પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે રજૂ કરી છે.
‘હિતોપદેશી આમ ભગવાન સ્વ-પ્રયોજન વિના અને રાગદ્વેષ વિના ભવ્ય જીવોને હિતકારક ઉપદેશ દે છે; જેમ કે શિલ્પીના હાથના સ્પર્શથી વાગતું મૃદંગ શાની અપેક્ષા રાખે છે ? (કંઈ અપેક્ષા રાખતું નથી.)
રત્નકદંડશ્રાવકાચાર ૮.
૩. વિશુદ્ધ, ઇન્દ્રિયશૂન્ય, જ્ઞાનમય
ભગવાને દર્શનમોહનો અને ચારિત્રમોહનો સંપૂર્ણપણે નાશ કર્યો છે તેથી તેમના એક પણ અંશમાં લેશમાત્ર પણ મોહ, રાગ કે અસમાધિ રહ્યાં નથી; અર્થાત્ વિકારનો અનંતાંશ પણ રહ્યો નથી તેથી તેમને સર્વથા શુદ્ધ કહ્યા.
વળી ભગવાન ઇન્દ્રિયશૂન્ય અને જ્ઞાનમય છે. ભગવાને જેમ મોહનો સંપૂર્ણ નાશ કર્યો છે તેમ જ્ઞાનને આવરણ કરનાર કર્મનો પણ સંપૂર્ણ નાશ કર્યો છે. ભગવાનને કેવળ જ્ઞાન વર્તતું હોવાથી તેમને બાકીનાં ચાર જ્ઞાન હોતાં નથી અર્થાત્ તેઓ સંપૂર્ણ (કેવળ) જ્ઞાનમય છે. વળી ભગવાન અતીન્દ્રિય પણ થયા છે. તેઓ આંખોથી દેખતા નથી, ચામડીથી સ્પર્શ કરતા નથી. નાકથી સૂંઘતા નથી, જીભથી ચાખતા નથી કે કાનથી શ્રવણ કરતા નથી. તેમનું મન, અ-મન થઈ જાય છે. તર્કથી અગોચર એવું તેમનું દિવ્યજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org