________________
સામાયિક પાઠ
અમર્યાદિત છે – અનંત છે – સહજપણે સમસ્ત વિશ્વને વિના પ્રયાસે એકસાથે જાણે છે. આવું કેવળજ્ઞાનનું સ્વરૂપ માત્ર સમ્યગ્દષ્ટિ જીવના જ ખ્યાલમાં અને શ્રદ્ધામાં આવી શકે છે. અન્યને માટે તો તે આશ્ચર્ય અને અનુમાનનો જ વિષય છે. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે. વિકાર સૌ વળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ હાલા સિદ્ધ વસજો હૃદયમાં. (૧૭)
વિશેષાર્થ: ભગવાનના ગુણોનું વર્ણન આ સામાયિક પાઠમાં ચાલી રહ્યું છે. ૧. ત્રિલોકવ્યાપી, સિદ્ધ, વિબુદ્ધ
ભગવાનને અહીં ત્રિલોકવ્યાપી કહ્યા તે જ્ઞાનની અપેક્ષાએ કહ્યા છે ભગવાન પણ એક આત્મા છે અને તેઓ સદેહ અવસ્થામાં પોતાના દેહમાં વ્યાપીને રહે છે અને સિદ્ધ અવસ્થામાં છેલ્લા દેહથી કિંચિત્ ન્યૂનાકારે લોકાગ્રે સ્થિર થઈ જાય છે. પ્રદેશ-અપેક્ષાએ આમ હોવા છતાં, તેમનું જ્ઞાન સમસ્ત લોકમાં વ્યાપે છે તેથી તેમનું એક નામ વ્યાપક – વિષ્ણુ – પણ છે અને તેથી જ્ઞાન-અપેક્ષાએ તેમને સર્વવ્યાપી માનવામાં આવે છે.
સિદ્ધ અને “વિબુદ્ધ' ભગવાનની કૃતકૃત્ય દશાનું વર્ણન કરનારાં વિશેષણો છે. અનંત કાળ માટે અનંત જ્ઞાન અને અનંત-આનંદને પ્રાપ્ત કરવારૂપ સર્વોત્કૃષ્ટ કાર્ય કર્યું તેથી તેઓ સિદ્ધ છે અને સર્વ પ્રકારના જ્ઞાનના - બોધના - તેઓ ધારણ કરનારા છે તેથી તેમને વિબુદ્ધ - પ્રબુદ્ધ પણ કહેવામાં આવે છે. આ વિશ્વમાં
સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ “મોક્ષ છે અને આ પુરુષાર્થને જેમણે પૂર્ણપણે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org