________________
૮૦
સાધક-ભાવના સિદ્ધ કર્યોતેમણે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પરાક્રમ કરીને સર્વોત્તમ પદવીની પ્રાપ્તિ કરી છે. આ વાત શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહી છે : નિજમાંહિ લોક-અલોક ગુણ, પરજાય પ્રતિબિબિત ભયે, રહિ હૈ અનંતાનંત કાલ, યથા તથા શિવ પરિણયે. ધનિ ધન્ય હૈ જે જીવ, નરભવ પાય, યહ કારજ કિયાં; તિનહીં અનાદિ ભ્રમણ પંચ પ્રકાર તજિ વર સુખ લિયા, (૨) કર્મ કેરા બંધ જેને ન ધુતી શકે
ભગવાને મોહનો સંપૂર્ણપણે નાશ કરીને પૂર્ણ વિતરાગ દશા પ્રગટાવી છે, જેને શાસ્ત્રભાષામાં “યથાખ્યાતચારિત્ર' કહે છે. કર્મના બંધનાં પાંચ કારણો છે તેમાંથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો ભગવાને નાશ કર્યો છે. વળી ભગવાનને શુભયોગ છે પરંતુ મોહના અભાવમાં માત્ર ઈર્યાપથિકી આસ્રવ થાય છે, પણ રાગદ્વેષ રૂપી ચીકાશના અભાવમાં કર્મો કેવી રીતે તેમના આત્માને ચોંટી શકે ? માટે અહીં કહ્યું કે ધૂર્ત (ધુતારા, છેતરનારા, આખી દુનિયાના જીવોને પોતાના ફંદમાં ફસાવનારા) એવાં કર્મોનું ભગવાન પાસે કાંઈ પણ ચાલતું નથી. આ કારણથી જ ભગવાનનું નામ જિનેશ્વર છે; અર્થાતુ ઈન્દ્રિયોને, કર્મોને અને વિકારોને જેમણે સંપૂર્ણપણે પોતાના આત્મબળે કરીને જીતી લીધા છે તેમને, જિન - જીતનાર - વિજેતા – તરીકે સમસ્ત વિશ્વ ઓળખે છે. (૩) વિકાર સૌ સળગી જતાં મન મસ્ત થાતાં ધ્યાનમાં
શુદ્ધ ધ્યાનમાં જો ચિત્ત લાગી જાય તો તેનું કેવું ઉત્તમ ફળ મળે તે અહીં સમજાવ્યું છે. નિશ્ચયથી જોતાં, મોક્ષમાર્ગ તે વિકારરહિત દશાને પામવું અને તે દ્વારા આત્માની સંપર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવી તે છે. જે જે સત્સાધન આપણે કરીએ તે આખરે તો શુદ્ધ
ધ્યાનની પ્રાપ્તિ માટે જ છે; કારણ કે આત્માની શુદ્ધિનું સાક્ષાત્ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org