________________
સામાયિક પાઠ
કારણ શુદ્ધ ધ્યાન છે. તેથી જ કહ્યું છે :
હરિગીત) “આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને, ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.”
- નિયમસાર, ૧૧૯ સુખ ધ્યાનથી મોટું નથી, તપ અન્ય નહીં તે સારિખું, પથમુક્તિનો વિણ ધ્યાનથી, નહીં ક્યાંય બીજો કોઈ દી.
– અધ્યાત્મસાર, ૧૭૭ હવે શુદ્ધ ધ્યાનની પ્રાપ્તિનો સામાન્ય ક્રમ વિચારીએ તો તે એવો છે કે, પાત્રતા સહિત, પ્રથમ સાધકે આત્માનુભવી સંત સરનો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. પ્રાપ્ત કરેલા આ બોધના રહસ્યનો જેમ જેમ જીવનમાં પ્રયોગ કરવામાં આવે છે, તેમ તેમ પાપપ્રવૃત્તિ અને મોહ તૂટતાં જાય છે. અને જ્ઞાન-વૈરાગ્યની અને ચિત્તધૈર્યની વૃદ્ધિ થતી જાય છે. દિવસનો વધારે અને વધારે સમય સાધકને, હવે દેવ-ગુરુ-ધર્મના વિચારો આવતા રહે છે; તેની બુદ્ધિ પ્રશામાં પરિણમતી જાય છે. બીજાં કાર્યો કરતાં કરતાં પણ તેનું ચિત્ત આત્મા પ્રત્યે વળવા લાગે છે.
આવી દશાને પામેલા સાધકને, એક દિવસ, ધ્યાન અભ્યાસના સમય દરમ્યાન, ચિત્તવૃત્તિ આત્મા પ્રત્યે વળીને તેનો પરિચય કરતી કરતી તેમાં લય પામી જાય છે. આમ જ્યારે મન ધ્યાનમસ્ત થઈ જાય છે ત્યારે તેના પેટાળમાં રહેલા વિકારોના સંસ્કારો બળી જાય છે અને આત્મા વિશિષ્ટ શુદ્ધિનો સ્વામી બને છે.
(હરિગીત) સ્પર્શ તલભર તિમિર કેરો, થાય નહીં કદી સૂર્યને,
ત્યમ દુષ્કલંકો કર્મનાં, અડકી શકે નહિ આપને, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org