________________
સાધક-ભાવના
જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો, એવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૧૮)
શબ્દાર્થ જેમ સૂરજને કદાપિ અંધારું જરા પણ અડકી શકતું નથી તેમ કોઈ પણ પ્રકારનાં પાપો (હે પ્રભુ !) આપને અડકી શકતાં નથી. જે એક હોવા છતાં સર્વત્ર વ્યાપવાળો છે તેવા સમર્થ પ્રભુનું સાચું શરણ હું માગું છું.
વિશોષાર્થઃ સમતાની સાધના કરનાર સાધક પ્રારંભિક ભૂમિકામાં કેવા પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે તે અત્રે જણાવેલ છે.
ધ્યાનનો અભ્યાસ ક્રમશઃ ધીરજપૂર્વક કેવી રીતે કરવો તેનું અહીં માર્ગદર્શન છે. સમતાની પ્રાપ્તિ નિજસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભૂતિ દ્વારા થાય છે. પરંતુ નિજસ્વરૂપની આવી આરાધના કરવા માટે બુદ્ધિની સૂક્ષ્મતા અને નિર્મળતા જોઈએ. અને આની પ્રાપ્તિ માટે પ્રથમ જેઓએ તે સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે તેવા પુરુષોના સ્વરૂપનું ધ્યાન આવશ્યક છે. જેમ બાળકને ચાલણગાડીની અને લકવાના દરદીને લાકડીના અવલંબનની જરૂર છે તેમ પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાના સાધકને શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જિન પરમાત્માના ધ્યાનની જરૂર છે. યથા
(દોહરો) આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દરશાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર.
– શ્રીમદ્ રાજચંદ્ર, ૯૫૪/૨ કેવા છે તે પ્રભુ જેમનું યોગીજનો ધ્યાન કરે છે? તે અહીં સૂર્યની ઉપમા આપીને આચાર્યશ્રી સમજાવે છે. સૂર્ય સ્વયં તેજરૂપ અને તેજનો પુંજ હોવાથી જેમ કોઈ પણ પ્રકારનો અંધકાર તેની પાસે ફરકી શકતો
નથી તેવી રીતે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદને પ્રગટ કરવાનું મહાન Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org