________________
૮૩
સામાયિક પાઠ સામર્થ્ય જેમણે પ્રગટ કર્યું છે તેવા પરમાત્મા અરિહંત પાસે કોઈ પણ પ્રકારનું પાપ કે કલંક ફરકી શકતું નથી. પરમાત્માને પૂર્ણ પવિત્રતાની સાથે સાથે પૂર્ણપણે પુણ્યનો યોગ હોય છે. પરમાત્માની સર્વવ્યાપકતા
પરમાત્મા પોતાના આત્મપ્રદેશોની અપેક્ષાએ તો એક જ છે. અને દેહસહિત (અરિહંત) અવસ્થામાં તેમનો આત્મા તેમના દેહમાં જ વ્યાપીને રહે છે. પરંતુ તેઓએ પોતાની સાધના દ્વારા સર્વ ઘાતિયાં કર્મોનો ક્ષય કર્યો હોવાથી, કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રગટે છે. આ દિવ્ય, સંપૂર્ણ, અચિંત્ય મહાસ્યવાળા જ્ઞાનની અપેક્ષાએ તેઓ સર્વવ્યાપક છે.
જેવી રીતે પૂનમની રાતે ચન્દ્રનો પ્રકાશ સમગ્ર પૃથ્વી પર સર્વત્ર વ્યાપી જાય છે છતાં ચંદ્ર કાંઈ પોતાની જગ્યા છોડીને પૃથ્વીરૂપ થઈ જતો નથી, તેવી રીતે પૂર્ણ જ્ઞાન જેમને પ્રગટ્યું છે તેવા અરિહંત પરમાત્માનું જ્ઞાન ત્રણેય લોકમાં બધે વ્યાપી જાય છે. તે જ્ઞાન સર્વવ્યાપી હોવાથી જ્ઞાનની અપેક્ષાએ અહીં ભગવાનને સર્વવ્યાપી કહ્યા છે.*
આવા સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણ શક્તિ અને આનંદને ઘારણ કરનાર ભગવાનનું હું સાચા અંતઃકરણથી શરણ માગું છું. આગળની કડીમાં પરમાત્માનું વિશેષ સ્વરૂપ કહે છે.
(હરિગીત) રવિતેજ વિણ પ્રકાશ જે, ત્રણે ભુવનને અજવાળતો, તે શાનદીપ પ્રકાશ તારા, આત્મમાં શું દીપતો;
* સમુઘાત કરતી વખતે કેવળી ભગવાનના પ્રદેશો આખા લોકમાં વ્યાપી જાય છે. તે નયની અપેક્ષાએ ભગવાનને કથંચિત ત્રણે લોકમાં વ્યાપનાર કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org