________________
જ
સાઘક ભાવના જે દેવ મંગળ બોધ મીઠા, મનુજને નિત્ય આપતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. (૧૯)
શબ્દાર્થ : (હે પ્રભુ !) સૂરજનો પ્રકાશ ન હોવા છતાં પણ ત્રણેય લોકને અજવાળનાર એવો જ્ઞાનરૂપી દીપક તારા આત્મામાં અત્યંતપણે કેવો શોભે છે ! જે ભગવાન મનુષ્યોને પરમ કલ્યાણકારી અને પ્રિય લાગે તેવો બોધ હંમેશાં આપનારા છે તેવા સમર્થ અરિહંત (તીર્થંકર) ભગવાનનું હું નિરંતર શરણ માગું છું.
વિશેષાર્થ : અહીં તીર્થકર ભગવાનના જ્ઞાનાતિશયનું અને વચનાતિશયનું વર્ણન કરેલ છે. શાસ્ત્રમાં પરમાત્માનાં ત્રણ લક્ષણ, કહ્યાં છે : વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી. તેમાંથી છેલ્લાં બે લક્ષણોનું અહીં સ્તુતિરૂપે આચાર્યશ્રીએ વર્ણન કરેલ છે.
સર્વશઃ લોકમાં, સૂરજના તેજ દ્વારા સમસ્ત જગતના અંધકારનો નાશ થવાની અને સર્વત્ર પ્રકાશ પથરાવાની વાત સુપ્રસિદ્ધ છે. અહીં ભગવાનના જ્ઞાનને દીપકની ઉપમા આપી છે અને તેને એવો અલૌકિક અને દિવ્ય દીપક કહ્યો છે જેના પ્રકાશમાં સમસ્ત વિશ્વના પદાર્થોનું ત્રિકાળવર્તી જ્ઞાન સહજપણે પ્રતિબિંબિત થાય છે.
હિતોપદેશી : તીર્થંકર ભગવાનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. તેઓ હિતોપદેશી છે કારણ કે સંપૂર્ણ જ્ઞાન હોવાથી તેઓથી અજાણ કોઈ જ વસ્તુ નથી તેથી તેમનો ઉપદેશ પૂર્ણ જ્ઞાનમાંથી આવે છે. ભગવાન હિતોપદેશી હોવાનું બીજું કારણ એ છે કે સંપૂર્ણ વીતરાગતાને લીધે તેમનો કોઈના પણ પ્રત્યે જરા પણ પક્ષપાત નથી. સર્વત્ર સંપૂર્ણ સમદશા જ વર્તે છે. આ કારણથી તેઓનો ઉપદેશ સૌ જીવમાત્રના કલ્યાણ અર્થે જ હોય છે, કોઈ મતપક્ષના પ્રવર્તન માટે હોતો નથી.
તીર્થકર ભગવાનની વાણી જેમ હિતકર છે તેમ પ્રિયંકર એટલે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org