________________
સાધક-ભાવના
૩૪ અનંત અનાદિ દેવ જે, અશાન તિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. ૨૦ જેણે હસ્યાં નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હણ્યાં આ લોકનાં, ભય શોક ચિતા મોહને, વિષાદ ને નિદ્રા હળ્યાં, જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. ૨૧ હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશમન વિણ જો, અણમૂલ આસન થાય છે, ક્ટ સાધવા સુસમાધિ તો. ૨૨ મેળા બધા મુજ સંઘના, નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને, છોડ હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગબળ લે હોંશથી. આ જગતની કો વસ્તુમાં તો, સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓને, સ્વાર્થ મુજમાં છે નહીં, આ તત્ત્વને સમજી ભલા, તું મોહ ઘરનો છોડજે, શુભ મોક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪ જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં. ૨૫ આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે;
For Private & Personal Use Only www.jainelibrary.org
૨૩
Jain Education International