________________
સામાયિક પાઠ
યોગીજનોને ભાસતા જે, સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં જન્મમરણનાં દુઃખને, નહિ જાણતા જે કદી પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે, ત્રિલોકને જોતા વિભુ; કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. આ વિશ્વનાં સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિઃસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ દ્વેષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે; વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. સ્પર્શ તલભાર તિમિર કેરો, થાય નહિ જ્યમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મનાં, અડકી શકે નહિ આપને; જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતા, તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માગતો. રવિતેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મમાં શું દીપતો; જે દેવ મંગળ બોધમીઠા, મનુજને નિત્ય આપતો, તેવા સુદૈવ સમર્થનું, સાચું શરણ હું માગતો. જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે, જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે;
For Private & Personal Use Only
Jain Education International
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૩૩
www.jainelibrary.org