________________
૩૫
સામયિક પાઠ વિશ્વની સહુ વસ્તુનો, નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજકર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨ જો આત્મ જોડે એકતા, આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે. સ્ત્રી પુત્ર મિત્રો સાથની? જો થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા? આ વિશ્વની કો વસ્તુમાં, જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચકમાં, ચેતન વધુ ભટકાય છે; મુજ મન, વચન ને કાયનો, સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષના અભિલાષનો, આ માર્ગ સાચો જાણવો. ૨૮ સંસાર રૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ-જોરથી; વળી બાહ્યથી આત્મા છે જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપવો. ર૯ કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ, માર્ગ એકે છે નહીં, પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને, તો મુજ કરેલાં કર્મનો, સમજાય નહિ કંઈ અર્થને. ૩૦ સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભોગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકનો, ભોક્તા નહિ કો આપણું , લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્માનો આશ્રય કરી. ૩૧ શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારો હૃદયથી, ગુણ ગાય તુજ સામર્થ્યના;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org