________________
૧૧૭
સામાયિક પાઠ સંપૂર્ણ સુવ્યવસ્થા છે.
કર્મસિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન જેને સદ્ગરગમ દ્વારા થાય છે, તેની બ્રાન્તિ ભાંગી જાય છે અને સાચા જ્ઞાનનો ઉદય થતાં આત્મદર્શન અને આત્મસમાધિનો તેને લાભ થયા વિના રહેતો નથી. જે જીવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મનું ફળ તેને જ ભોગવવું પડે છે. આપણે કરેલા કર્મનું ફળ આપણે જ ભોગવવું પડે, તેના ઉદયકાળે તેમાં બીજા લોકો ભાગ પડાવવા આવી શકતા નથી. આવું પરમાર્થસત્ય જે ભવ્ય પુરુષના હૃદયમાં સારી રીતે સમજાઈ જાય છે, તે મહાન ઘર્માત્મા બની જાય છે; નિઃશંક, નિર્ભય, નિઃસંગ અને નિર્વિકલ્પ થઈ સમસ્ત વિશ્વના પ્રપંચોથી રહિત બની પોતાના આત્માના સાતિશય જ્ઞાન-આનંદનો અનુભવ કરી શકે છે. એને જ પ્રાપ્ત કરવા હવે આચાર્યશ્રી પ્રેરણા અને આજ્ઞા કરે છે.
પ્રભુતા એટલે મોટાઈ. અહીં પ્રભુતાનો અર્થ છે જ્ઞાન-આનંદ-ઐશ્વર્યાદિ અનેક ગુણોથી વિભૂષિત એવા પરમાત્મા. વળી પરમાત્મામાં ગુણો જેવા વર્તમાનમાં પ્રગટ છે તેવા જ ગુણો સાધક આત્મામાં અપ્રગટ રૂપે-શક્તિ-રૂપે રહેલા છે. જો હવે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને વિશેષે કરીને એકાગ્રતાનો ધ્યાનનો) અભ્યાસ કરવામાં આવે તો તે શક્તિરૂપે રહેલા ગુણો વ્યક્તિરૂપે પ્રગટે. આત્માનું પોતાનું સાચું સ્વરૂપ સદ્ગુરુ પાસેથી જાણીને, પાત્રતા પ્રગટ કરીને, આત્મામાં એકાગ્ર થવાનો – આત્માનો આશ્રય કરાવાનો – પુરુષાર્થ તું કર એવી આચાર્યશ્રી આપણને આજ્ઞા કરે છે.
આમ, આત્માના કર્તા-ભોક્તા-પણાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને, બધી કલ્પનાઓને બાજુમાં મૂકીને આત્મત્વ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો સૌને માટે હિતકર છે, એમ અહીં કહ્યું.
વિશેષ નોંધઃ સામાન્ય સાધકોને શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રની ૭૧થી ૮૬ ગાથાઓ મનનપૂર્વક વાંચવાથી ઘણો લાભ થશે, આત્માનું કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org