________________
૧૧૮
ભોક્તાપણું સારી રીતે સમજાશે.
(હરિગીત)
શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારો હૃદયથી, ગુણ ગાય તુજ સામર્થ્યના. પ્રગટતા જો ગુણ બધા, મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી ? (૩૨)
શબ્દાર્થ : પરમાત્માના ગુણો અનંત અને ન કળી શકાય તેવા છે. આમ છતાં શ્રી અમિતગતિ આચાર્ય કહે છે કે, હે પ્રભુ ! તારો આ સેવક તારા માહાત્મ્યના ગુણો ભાવપૂર્વક ગાય છે. જો સાચા ભાવથી આત્માના બધા ગુણો પ્રગટ થાય છે તો પછી ઉત્તમ એવા મોક્ષને પ્રગટતાં, હે પ્રભુ ! હવે શું વાર લાગવાની છે !
સાધક-ભાવની
વિશેષાર્થ : પરમાત્માના અચિંત્ય માહાત્મ્યના કથન દ્વારા તથા ઉત્તમ ભાવનાથી આત્મગુણો અનો મોક્ષ પ્રગટે છે એમ કહી આચાર્યે મૂળ સામાયિક-પાઠનો અહીં ઉપસંહાર કર્યો છે.
હે પ્રભુ ! આપના ગુણોનો અંત નથી. આપ પ્રગટ પૂર્ણ શુદ્ધ આત્મા છો, અને આપના બધાય ગુણો સોળે કળાએ પ્રગટ્યા છે જેથી એક એક ગુણ લઈને તેનું વર્ણન કેવી રીતે કરું ? અને ક્ તો તેનો પા૨ પણ કેવી રીતે આવે ? વળી મારાં બળ-બુદ્ધિ-આયુષ્ય તો અલ્પ છે, તે, આપના અગમ-અગોચર-અલખ અતીન્દ્રિયઅલૌકિક સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરી શકે ? આમ હોવા છતાં તારું જ દાસપણું સ્વીકાર્યા સિવાય અને સાચા ભાવપૂર્વક તારી ભક્તિ કરવા સિવાય મારી પાસે આ કાળે બીજો શો ઉપાય છે ? પ્રખર પ્રજ્ઞા, ઉગ્ર તપ, ઉત્કૃષ્ટ સંયમ કે એવાં બીજાં તત્કાળ-મોક્ષદાયક સાધનોમાં પ્રવર્તવાની મારી શક્તિ નથી. તેથી તારી સત્યાર્થ ભક્તિ જ મને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવશે એવી મારી દૃઢ માન્યતા છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only