________________
સામાયિક પાઠ
૧૧૯ કહ્યું છે કે :
કસોટું – પ્રથમ જગતના પદાર્થોથી ઉદાસીનતા. હાસોટું – પછી પ્રભુ-ગુરુની સાચી શરણાગતિ. સોડદું – પછી પ્રભુતુલ્ય નિજશક્તિનું જ્ઞાન.
હું :- પછી પ્રભુ-તુલ્ય નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર. (૨) કળિયુગમાં ધોરી માર્ગ
છે જિન પરમાત્મા ! આપે મુક્તિ માટે જે ચારિત્ર બતાવ્યું છે, તે ખરેખર મારાથી આ પંચમકાળમાં પાળી શકાતું નથી; તેથી પૂર્વોપાર્જિત પુણ્યથી મને આપનામાં જે દૃઢ ભક્તિ છે તે જ મને સંસારસાગરથી પાર ઉતારવા નાવ સમાન છે.
– શ્રી પદ્મનંદિપંચવિશંતિ, ૯૩૦ (૩) સર્વોપરી સાધન
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
– શ્રીમદ્ રાજચંદ્રજી, ૨૦૧ હવે આગળની પંક્તિઓમાં મોક્ષની ઉત્પત્તિનું પરમાર્થ કારણ સમજાવે છે. મોક્ષ આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા છે. જેમ જેમ સાચી સાધના દ્વારા આત્માનો વિકાસ થતો જાય છે તેમ તેમ આત્માના ગુણોને ઢાંકનારાં કર્મરૂપી આવરણો દૂર થતાં જાય છે. અને જેમ જેમ આત્માના ગુણો પ્રગટતા જાય છે તેમ તેમ તેની શુદ્ધ દશા પ્રગટતી જાય છે, અને આત્મા મુક્તિના માર્ગમાં આગળ વધતો જાય છે, તેથી આચાર્યદવ કહે છે કે હું તો મારા આત્માને સદ્ભાવનાથી, આત્મભાવનાથી, તત્ત્વભાવનાથી ભાવિત કરું છું કારણ કે આ ભાવનાના દૃઢ સંસ્કાર થતાં
શુદ્ધ આત્માનું નિર્વિકલ્પ ધ્યાન લાગે છે અને જો આવું ઉત્તમ-શુકલ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org