________________
૧૨૦
સાધક-ભાવના
ધ્યાન લાગે તો પછી મોક્ષદશા ઉત્પન્ન થવામાં શું વાર લાગે? અર્થાતુ. ભાવના ભવનાશિની છે. કહ્યું છે: (૧) ભાવે જિનવર પૂજીએ, ભાવે દિજે દાન,
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. (૨) આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.
આમ સગુણોનો જીવનમાં વિકાસ કરે અને તત્ત્વદૃષ્ટિ કેળવી સતત આત્મભાવનાનો અભ્યાસ કરે તે જીવને ત્વરાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, એમ જણાવી હવે આચાર્યશ્રી સામાયિક-પાઠની પૂર્ણાહુતિ કરતાં અંતમંગળરૂપી આર્શીવચન કહે છે.
(દોહરા). બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; અનુભવતાં એક ધ્યાનથી મોક્ષગતિ જીવ જાય.
સ્વ અને પર-એમ જગતના સર્વ જીવોને પરમ મંગળ કરનારું એવું બત્રીસ હરિગીત છંદનું આ કાવ્ય બન્યું છે તેમાં સમસ્ત શાસ્ત્રોના સારરૂપ “સમતા”નો અભ્યાસ કેવી રીતે કરવો તે અનુભવથી સિદ્ધ કરીને બતાવ્યું છે. જે ભવ્ય જીવો તેને શબ્દથી, અર્થથી અને વેદનથી યથાર્થપણે જાણશે તેમને અનંતજ્ઞાન, અનંત આનંદરૂપ મોક્ષપદની પ્રાપ્તિ થશે. ૐ. એનું સ્વપ્ન જો દર્શન પામે રે,
તેનું મન ન ચડે બીજે ભામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે,
તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે.
મારું જીવ્યું સફળ તવ લેખું રે. મુક્તાનંદનો નાથ વિહારી રે,
સંતો જીવન દોરી અમારી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org