________________
૧૧૬
સાધક-ભાવના
ભૂતકાળમાં અન્નાનાદિને વશ થઈને આપણે જે જે કર્મો કર્યા, રાગાદિ ભાવોથી આપણા આત્માને મલિન કર્યો તેના ફળરૂપે, તે ભાવોને અનુરૂપ કર્મોના પરમાણુઓ આપણને ચોંટી ગયેલ છે. જ્યાં સુધી તે કર્મોને જ્ઞાનપૂર્વકના તપાદિ દ્વારા બાળી નાખવામાં ન આવે
ત્યાં સુધી તે કર્મો આત્માથી છૂટાં પડતાં નથી. હવે જ્યારે એ બાંઘેલાં કર્મોનો ઉદયકાળ આવે છે ત્યારે તે ઉદયને ત્રણ લોકની કોઈ પણ સત્તા રોકી શકતી નથી. ઉદયમાં આવેલાં તે કર્મો જ્ઞાનીને પણ ઉદયમાં આવે અને અજ્ઞાનીને પણ ઉદયમાં આવે છે. અજ્ઞાની જીવો તે કર્મોના સુખ દુઃખરૂપી ફળને પોતારૂપે માને છે અને અનુભવે છે તેથી તેઓ સુખી-દુઃખી થઈ સંસારપરિભ્રમણ કરે છે. જ્ઞાની જીવો, કર્મના ઉદયને પોતાનું સ્વરૂપ માનતા નથી. તેથી તેનાથી જુદા પડીને સમતાભાવમાં રહે છે અને સુખદુઃખરૂપે પરિણમતા નથી. કર્મના ઉદયના કાળે આત્મજાગૃતિપૂર્વક રહેવા માટેનું ભેદજ્ઞાનનું બળ તેઓ કેળવે છે અને તેથી સમતામાં રહી પૂર્વકર્મોને ખપાવે છે અને આમ તેઓ સંસારપરિભ્રમણનો નાશ કરે છે.
હવે, કર્મનો બીજો સિદ્ધાંત કહે છે કે જે જીવે જેવા ભાવે કર્મ બાંધ્યું હોય, તે જ જીવને તે કર્મ, તેવા ભાવે સામાન્ય પણે ઉદયમાં આવે છે. કોઈ માણસ કર્મ કરે અને બીજાને બંધન થાય કે ઉદયમાં આવે એવો ગોટાળો કર્મના સિદ્ધાંતમાં કદાપિ થતો જ નથી. કદાચ કૉપ્યુટરની ભૂલ થાય પણ અહીં વિશ્વની પરમાર્થ-વ્યવસ્થામાં તો ભૂલ થતી જ નથી. જો એવી ભૂલ થઈ જાય તો તો કોઈના પાપથી કોઈ દુઃખી થાય અને કોઈના સત્યુષાર્થથી કોઈનો મોક્ષ થાય. આમ બનતું જ નથી. વીતરાગવિજ્ઞાનમાં જણાવેલી વ્યવસ્થા યથાસ્થિતપણે ત્રણેય કાળે આ વિશ્વમાં જયવંત છે. આપણી
અલ્પબુદ્ધિથી આપણને ફેરફાર લાગે, પણ તત્ત્વદૃષ્ટિથી જોતાં તેમાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org