________________
૧૧૫
સામાયિક પાઠ તેને પરમાત્મપદની પ્રાપ્તિ દૂર રહેતી નથી. જ્ઞાનીઓએ તેનો જ ઉપદેશ કર્યો છે.
(હરિગીત) તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
– શ્રી સમયસાર જૂગટિયા મન જૂગટું, ને કામીને મન કામ, આનંદઘન પ્રભુ, વિનવે, એમ ઘરો પ્રભુકા ધ્યાન.
– શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદ્ ધ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે, વર તે, જય તે.
– શ્રીમદ્ રાજચંદ્ર
(હરિગીત) કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ, માર્ગ એકે છે નહિ. પરનું કરેલું કર્મ જો, પરિણામ આપે મુજને, તો મુજ કરેલા કર્મનો સમજાય નહિ કંઈ અર્થને. (૩૦) સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભોગવે નિજ કર્મનું. નિજકર્મના પરિપાકનો, ભોક્તા નહિ કો આપણું લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભ્રમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્માનો આશ્રય કરી. (૩૧)
વિશેષાર્થ : જીવને કઈ રીતે કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે તે વાત અત્રે આચાર્યશ્રી સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org